Satya Tv News

સ્વ. અહેમદ પટેલના પુત્રના ટ્વીટના કારણે રાજકીય તરખાટ મચ્યા બાદ સ્પષ્ટતા
હું કોંગ્રેસ છોડી રહ્યો નથી, ગરીબો અને જરૂરિયાતમંદો માટે કામ કરવા હવે લોકસભા કે રાજ્યસભા જેવા મંચની જરૂર
હું કોંગ્રેસને પ્રેમ કરૂં છું, મારા લોહીમાં કોંગ્રેસ હોવાનો સ્વ. અહેમદ પટેલના પુત્રની સાફ વાતથી તમામ રાજકીય તર્કવિતર્કનો અંત

મારા વિકલ્પો ખુલ્લા રાખવાનો અર્થ એવો થઈ શકે છે કે હું જાહેર જીવન કાયમ માટે છોડી દેવાનું વિચારી રહ્યો છું. કોઈ પણ ઓળખાણ વિના ગરીબ અને જરૂરિયાતમંદો માટે કામ કરી અને મદદ કરીને થાકી ગયો છું. સ્વ. અહેમદ પટેલના આ ટ્વીટ તાજેતરમાં રાજકરણમાં ખળભળાટ મચાવ્યો હતો.

આ ટ્વીટને તાજેતરમાં INC ને ટેગ કરવામાં આવ્યું હતું, ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ અને લાંબા સમયથી રાજકીય સલાહકાર અને પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીના વિશ્વાસુ મુશ્કેલી નિવારક સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલ દ્વારા. જેને લઈ ફૈઝલ પટેલે સ્પષ્ટતા કરી છે.

ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. અને તેઓ કોંગ્રેસ છોડીને કોઈ અન્ય પક્ષમાં જોડાશે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. જે બાદ ટ્વીટ અને તેનો અર્થ શું છે તે વિશે ફૈઝલ પટેલે જાતે જ ફોડ પાડ્યો છે.

એક દાયકાથી વધુ સમયથી જાહેર સેવામાં રહેલા ફૈઝલ પટેલ કહ્યું છે કે, હું ક્યાંય જતો નથી. હું જરૂરિયાતમંદો માટે કામ કરું છું અને હું ખૂબ જ દૃઢપણે માનું છું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આપણે ગરીબ, જરૂરિયાતમંદ અને માનવજાતને એકંદરે મદદ કરી શકીએ છીએ. હું વર્ષોથી કોંગ્રેસ પક્ષનો સભ્ય બન્યા વિના આવું કરી રહ્યો છું. હવે મને ગરીબોના ઉત્થાન માટે ઘણું બધું કરવા માટે યોગ્ય મંચની જરૂર છે, પછી તે લોકસભા હોય કે રાજ્યસભા, હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

જ્યારે કોઈ વ્યક્તિ લોકસેવા કરતી રહે છે અને તેને પ્લેટફોર્મ નથી મળતું ત્યારે તે હતાશ થઈ જાય છે. કોઈપણ સંજોગોમાં, હું ગરીબોના ઉત્થાન માટે કામ કરવાનું બંધ કરવાનો નથી, પછી ભલે હું સંસદમાં હોઉં કે ન હોઉં.

અરવિંદ કેજરીવાલ સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે અંગે પટેલે કહ્યું કે, આ એક વર્ષ જૂની તસવીર છે. હું જ્યારે દિલ્હીમાં હતો ત્યારે કોઈએ મને કેજરીવાલને મળવા વિશે કહ્યું હતું અને હું તેમને મળ્યો હતો. મીટિંગ સારી હતી અને તેમાં રાજકીય કંઈ નહોતું.

જાહેર સેવાના ભાગરૂપે, તેઓ હોસ્પિટલો અને વ્યાવસાયિક કેન્દ્રો ચલાવે છે. પિતા સ્વ. અહેમદ ક્યારેય ઇચ્છતા ન હતા કે તે રાજકારણમાં આવે પરંતુ તેમણે ગરીબો માટે કામ કરવાના તેમના પ્રયત્નોમાં મદદ કરી.

હું કોંગ્રેસને પ્રેમ કરું છું અને તે મારા લોહીમાં છે. સોનિયા ગાંધી મારા ગોડમધર જેવા છે, રાહુલ ગાંધી મારા મોટા ભાઈ જેવા છે અને પ્રિયંકા ગાંધી મારી મોટી બહેન સમાન છે. તેઓ મારા માટે ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ છે. જો કે ફૈઝલ પટેલે બહેન મુમતાઝ પટેલની રાજકીય મહત્વાકાંક્ષાઓ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અંતે એટલું જ કહ્યું હતું કે, અમે બંને માનવતાના સર્વાંગી સુખાકારી માટે જાહેર સેવા કરી રહ્યા છીએ. અમે દર વર્ષે લાખો લોકોને મદદ કરીએ છીએ.

error: