Satya Tv News

આજુબાજુ ગામના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઓલપાડ તાલુકાનાં પારડી ગામે આવેલ શ્રીચામુંડા માતાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચામુંડા માતાજીની સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પારડી ગામના યુવાનો, વડીલો દ્વારા મંદિરને ખુબ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. અને કોરોના ગાઈડ લાઇનના ચુસ્ત પાલન સાથે સાલગીરી નિમિત્તે ભકતોએ સ્તૃતિ, પ્રાર્થના, ચામુંડા માતાની મહાઆરતી કરી હતી.શ્રી ચામુંડા માતાજીના મંદિર પટાંગણમાં સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાયજ્ઞમાં પુજનવિધિ, શાસ્ત્રોકત વિધિ કરવામાં આવી હતી. સાલગીરી નિમિત્તે ભાવિક ભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર

error: