Satya Tv News

બાળકોને ફ્રૂટ અને પુસ્તક અને વિતરણ કરાયું

જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ તથા અમિતભાઈ એ જ્યોતિબા ફુલેના જીવન કવન ઉપર કર્યું પ્રવચન

સામાજિક ન્યાય પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં 19મી સદીના પ્રખર સમાજસેવક જ્યોતિબા ફુલે ની જન્મજયંતી નર્મદા ભાજપા દ્વારા ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ હતી.જેમાં જેમાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સેવા વસ્તીમાં આવેલ શાળાઓની મુલાકાત કરી અને વિદ્યાર્થીઓને ફળ-ફળાદી તેમજપુસ્તકો સ્ટેશનરીનું વિતરણ કર્યું હતું.તેમજ શાળાઓના સવારના સત્રમાં પાર્ટીના અગ્રણીશઓ દ્વારા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન અને સિધ્ધિીઓ અંગે સંવાદ કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે નર્મદા જિલ્લા એસસી મોરચા અને જિલ્લા મહિલા મોરચા ભાજપા દ્વારા રાજપીપલાની વિવિધ શાળાઑમા જ્યોતિબા ફુલેના જીવન કવન ઉપર મનનનીય પ્રવચન કર્યું હતું

જેમાં રાજપીપલા ખાતે આવેલ લાલ ટાવર પાસેનીપ્રયોગશાળા હરસિદ્ધિ માતા કમ્પાઉન્ડમા આવેલા સરસ્વતી વિદ્યા મંદિર સહીત અન્ય સ્કૂલોમાં જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી ઉજવાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મંત્રી જ્યોતિબેન જગતાપ તથા જિલ્લા એસસી મોરચા ભાજપામા અમિતભાઈએ પ્રવચન કરી જ્યોતિબા ફૂલેના જીવન કવન વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મહામંત્રી દક્ષાબેન પટેલ,ઉપપ્રમુખ અલ્પાબેન ભાટીયા,મંત્રી જ્યોતિબેન જગતાપ તથા એસસી મોરચાના જિલ્લાભાજપાના મહામંત્રી અમિતભાઈ, રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ સપનાબેન, કાર્યક્રમના ઇન્ચાર્જ
જયશ્રીબેન સોલંકીવગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમા જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે જ્યોતિબા ફૂલેને ‘મહાત્મા’ ઉપનામ મળેલ છે. બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર એમને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. મહાત્મા ગાંધીજી પહેલા તેઓ મહાત્મા કહેવાયા હતા. તેમણે કન્યા કેળવણી, અંધ વિશ્વાસ, બાળ વિવાહ, વિધવા વિવાહ, છૂત અછૂતનો ભેદભાવ દૂર કરવો તેમજ ખેડૂતોના હક માટેના કાર્યો કર્યાહતા.તેમણે સ્ત્રી શિક્ષણ માટે અને વિધવા વિવાહ, બાલ વિવાહ અંગેના કુરિવાજોને નાબુદ કરવા માટે જ્યોતિબા ફૂલેના પ્રયાસોની સરાહના કરી હતી

તેમણે આજના સંદર્ભમાં જ્યોતિબા ફુલે ના શિક્ષણ ને યાદ કરીને જણાવ્યું હતું કે ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિ શિક્ષણ મેળવે અને નવા સંકલ્પ સાથે આત્મનિર્ભર બને અને અને ગુજરાત થકી આત્મનિર્ભર ભારત ની રચના કરે અને સમાજમાં સન્માન પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે બાળકોને હરસિદ્ધિ
ફ્રૂટ અને પુસ્તક વિતરણ કરાયું હતું.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: