Satya Tv News

ગાજરગોટાના પાંચ ઈસમો જંગલમાં શિકાર કરી ફરતા હતા પરત

આરોપીઓ પોલીસને ચકમો આપી બંદૂકો અને બાઈક નાખી ભાગી ગયા

SOG પોલીસે ઓળખ કરી ગુનો નોંધ્યો

નર્મદા SOG પોલીસે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કાબરીપઠાર ગામની સીમમાં કેટલાક ઈસમો જંગલમાં શિકાર કરવા ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ 3 બંદૂક અને એક બાઈક ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તરફથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કાબરીપઠાર ગામની સીમમાં કેટલાક ઈસમો જંગલમાં શિકાર કરવા ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ 3 બંદૂક અને એક બાઈક ઝડપી પાડી છે.

SOGને બાતમી મળી હતી જેથી ડેડીયાપાડા ના ગાજર ગોટા પાસે કેટલાક લોકો શિકાર કરી પરત ફરી રહ્યા છે, જેના આધારે SOGની ટીમે ગાજરગોટા ગામ પાસે નાકાબંધી કરી ચેકીંગ કરતા જંગલમાંથી શિકાર કરી આવતા પાંચ શખ્શો પોલીસને જોઈ તેમની પાસેના હથિયાર અને એક બાઈક ફેંકો ભાગી ગયા.

જોકે SOG નર્મદા ની ટીમે તપાસ કરતા આ બંદૂક અને બાઈક ફેંકીને જનાર ગાજરગોટા ના અરવીંદ જયંતી વસાવા, દિલીપ નારસીંગ વસાવા, ધિરજ ગણપત વસાવા તથા બીજા બે ઇસમોના કબ્જામાથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો લઇ ને જતા હતા. જે પોલીસ ટીમને મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આમર્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા

error: