કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી ઘરોમાં કેદ થયેલા ભૂલકાઓ ફરી એક વાર શાળાએ જવાનું શરૂ કરી દીધું છે. કોરોનાની ત્રીજી લહેર ખતમ થયા બાદ સ્કૂલ ખોલ્યાના થોડા દિવસમાં જ વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસો આવવાના શરૂ થઈ ગયા છે. સ્વાભાવિક છે કે, કોરોનાના કેસો સામે આવ્યા બાદ ફરી એક વાર ચિંતાના વાદળો છવાયા છે.
કહેવાય છે કે, દિલ્હી-એનસીઆરની કેટલીય શાળામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં કોરોના જોવા મળ્યો છે. જેને લઈને શાળાઓને ફરી એક વાર બંધ કરી દેવામાં આવી છે અને ફરી એક વાર ઓનલાઈન ક્લાસ શરૂ થયા છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે બાળકો અને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
સ્વાભાવિકપણે કોરોનાના કેસો ઘટવા અને સ્કૂલોને ફરીથી ખોલવી એક સારા સંકેત છે, પણ વાલીઓએ ધ્યાન રાખવું પડશે કે, કોરોના મહામારી વિરુદ્ધ જંગ હજૂ પણ ખતમ થયો નથી. એશિયા અને યુરોપના કેટલાય દેશોમાં ચોથી લહેરનું આગમન થઈ ગયું છે અને કેસો ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આવા સમયે લોકો પોતાના બાળકોને પાછા સ્કૂલે મોકલી રહ્યા છે, તેમને અમુક લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ. જો બાળકોમાં અમુક કોરોના જેવા લક્ષણો દેખાય તો, બાળકોને સ્કૂલે મોકલવાની ભૂલ ન કરતાં.
કોરોના હોવા પર અમુક બાળકોમાં લક્ષણો નજરે પડી શકે છે. જ્યારે અમુક બાળકોમાં લક્ષણો દેખાતા નથી. જો બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો, તેમાં ખાંસી અને તાવ જેવા લક્ષણો દેખાઈ શકે છે. આપે આ લક્ષણો પર નજર રાખવી પડશે.
જર્નલ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત એક સંશોધનમાં શિશુઓ અને નાના બાળકોમાં ક્રૂપની વધારે સમસ્યા જોવા મળી છે. ક્રૂપ ઉપરી વાયુમાર્ગનું સંક્રમણ છે, જે શ્વાસમાં લેવામાં અડચણો ઉભી કરે છે અને ખાંસીનું કારણ બને છે. તેમા વોયસ બોક્સની આસપાસ સોજો થઈ જાય છે. એટલા માટે માતા-પિતા બાળકોમાં આ લક્ષણો પર ધ્યાન આપે.
ગંભીર કેસોમાં બાળકોમાં એક મલ્ટીસિસ્ટમ ઈંફ્લેમેટરી સિંડ્રોમના લક્ષણો દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં હ્રદય, ફેફસા, રક્તવાહિનીઓ, પાચનતંત્ર, મસ્તિષ્તક, ત્વચા અથવા આંખો સહિત અમુક અંગો અને આંતરડામાં સોજા આવી શકે છે. તેના આ પ્રમાણેના લક્ષણો છે.
પોતાના બાળકો બિમાર થાય તો, તેને શાળાએ મોકલશો નહીં, ભલે તેમની બિમારી કોવિડ ન હોય. યાદ રાખો કે, એક ફ્લૂ, એક સામાન્ય શરદી અને રેસ્પિરેટરી સિંકાઈટિયલ વાયરલ એક બાળક માટે એટલુ જ પડકારજનક હોઈ શકે છે, જેટલુ કોવિડ.ધ્યાન રાખશો કે, કોરોનાના કેસો ઓછા થયા છે પણ ખતરો હજૂ ટળ્યો નથી. આપના બાળકોમાં કોરોના સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવાની ટેવ પાડો. જો બાળક રસી માટે પાત્ર હોય તો, રસી લગાવો, માસ્ક, સામાજિક અંતર અને સાફ સફાઈ જેવા ગુણો કેળવો.