તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા
ઉદય રંજન/અમદાવાદ :રામનવમી પર ખંભાતમાં થયેલા તોફાનો પણ એક ષડયંત્ર હતું. ગુજરાત પોલીસે આ મોટો ખુલાસો થયો છે. 3 મૌલવી અને 2 શખ્સોએ પહેલાથી જ આ ષડયંત્ર કર્યું હતું. મુસ્તકીમ મૌલવી, મતીન અને મોહસિન ષડયંત્રના આરોપીઓ છે. રઝાર અયૂબ, હુસૈન હાશમશા દીવાન પણ આ ષડયંત્રનો ભાગ રહ્યા હતા. તેમના પર પથ્થરમારો કરવાનો અને આગજની માટે લોકોને ઉકસાવવાનો આરોપ છે. આ લોકોનું ષડયંત્ર રામનવમીની શોભાયાત્રાના સમયે જ પથ્થમારો કરવાનું હતું. ખંભાતના થયેલા તોફાનોમાં એક શખ્સનું મોત થયું હતું જ્યારે અનેક ઘાયલ થયા હતા.
તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં સામેલ તમામ લોકોએ પાંચ-પાંચ લોકોને બોલાવ્યા હતા. શોભાયાત્રાના આગળના દિવસે તમામ લોકો પહોંચી ગયા હતા. સાથે જ પથ્થર અને અન્ય સામાન ભેગો કરવામાં આવ્યો હતો. મસ્જિદની પાસે જ્યારે શોભાયાત્રા નિકળી ત્યારે જ પથ્થરમારો કરવાનું સૌને સમજાવવામાં આવ્યું હતું. જેના પર અમલ પણ કરવામાં આવ્યો. પહેલા પથ્થરમારો અને બાદમાં આગજની કરવામાં આવી.
આ ષડયંત્રમાં સામેલ લોકોને એવો પણ ભરોસો અપાવવામાં આવ્યો હતો કે, તેમને કાંઈ નહીં થાય. કાંઈ થશે તો કાયદાકીય મદદ પણ આપવામાં આવશે. પોલીસે તમામ ઘટના અને પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, રામનવમીના દિવસે ગુજરાત સહિત દેશમાં હિંસા અને તોફાનો થયા હતા. શહેરમાં થયેલા તોફાનો મામલે પણ મોટો ખુલાસો થયો છે. સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો હતો.
રામ નવમીના સરઘસ સમયે જ પથ્થરમારો કરીને તોફાનો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.નોંધનીય છે કે ખંભાતના રમખાણોમાં 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. રવિવારે શોભાયાત્રા હતી, જ્યારે શનિવારની રાત સુધી બધા ભેગા થયા હતા. પત્થરો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ કે જેણે મહત્તમ નુકસાન પહોંચાડ્યું હતું તે એકત્રિત કરવામાં આવ્યું હતું. પથ્થરમારાનું કાવતરું બધાને ત્યારે જ સમજાયું જ્યારે જુલુસ મસ્જિદ પાસે નીકળ્યું. રવિવારે જુલુસ મસ્જિદમાં પહોંચતા જ સુયોજિત આયોજન મુજબ પહેલા પથ્થરમારો અને પછી આગચંપી કરવામાં આવી હતી. પથ્થરમારો, આગચંપી માટે આવેલા લોકોને ખાતરી આપી હતી કે તેમને કંઈ થવા દેવામાં આવશે નહીં. કાયદાકીય મદદ પણ આપવામાં આવશે. એટ્રોસિટીનો ભોગ બનેલાઓને મદદ કરવાના નામે રૂપિયા ઉઘરાવાયા હતા. ત્યારે આ રૂપિયા ક્યાંથી લેવાયા તેની તપાસ ચાલી રહી છે.