DISH ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ઓર્ગેનિકસ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારીGPCB પર્યાવરણ ને નુકશાન કરવા બદલ ૨૫ લાખ નો દંડ ફટકાર્યોતમામ મૃતકોના પરિવારને કંપની એ ત્રણ ત્રણ લાખ આપવાની જાહેરાત કરીવાગરા,તા.૧૩દહેજ ની ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ ની ઘટના માં છ કામદારો ના મોત નિપજ્યા હતા.જેમાં તંત્ર હરકત માં આવતા કંપની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા સાથે ક્લોઝર નોટિસ પાઠવતા ઉદ્યોગ જગત માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દહેજ માં આવેલી ઓર્ગેનિક કંપની માં બનેલી બ્લાસ્ટની ઘટના અને આગના બનાવ થી છ કામદારોના મૃત્યુ થયા હતા.જેને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આગના લીધે હવા માં ફેલાયેલ પ્રદૂષણ ને ધ્યાને લઇ ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકારી તાત્કાલિક ધોરણે કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી હતી.જ્યારે બીજી તરફ ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ હેલ્થ ની ટીમ દ્વારા પણ કંપની ને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.ઓર્ગેનિક કંપની માં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ તમામ મૃતકોના પરિવારને કંપની ત્રણ ત્રણ લાખ રૂપિયા ની સહાય આપશે ની માહિતી સાંપડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્યોગો માં બનતી આવી ઘટના ઓ પુનઃ ન બને એ માટે તંત્ર એ ઔધીયોગિક નીતિ નિયમો નું ચુસ્ત પાલન કરાવવુ રહ્યુ.અન્યથા આવી ઘટનાઓ છાસવારે બનતી રહેશે એમાં કોઈ બે મત નથી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા