Satya Tv News

નોંધનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં રાજ્યભરમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નેતાઓની દોડભાગ વધી ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રના આ બે દિગ્ગજ નેતાઓની AAPમાં એન્ટ્રી થવાથી કોંગ્રેસ પાર્ટીને જોરદાર ફટકો પડવા જઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ઈન્દ્રનીલ રાજગુરુને મનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા જોકે કોઈ પ્રયાસોમાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું લાગી રહ્યું નથી.

આ પહેલા જ્યારે AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે જ ઈન્દ્રનીલ અને વશરામ ભાઈ બંને AAPમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા હતા જોકે તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસો કર્યા હતા અને હોઈ શકે તે નેતાઓનું માન રાખીને જ ઈન્દ્રનીલ રાજગુરુએ તે સમયે AAPમાં જોડાવવાનું સ્થગિત કર્યું હતું નોંધનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુને શક્તિસિંહ ગોહિલના ખૂબ નજીકના નેતા ગણવામાં આવે છે, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વર્ષ 2017માં રાજ્યના તત્કાલીન CM વિજય રૂપાણીને રાજકોટમાંથી વિધાનસભા ચૂંટણીમાં સીધો પડકાર આપ્યો હતો.

error: