Satya Tv News

શહેરના પાલડી વિકાસ ગૃહમાં સર્જાઈ આશ્ચર્ય ચકિત ઘટના બીન હતી. અસ્થિર મગજના મહિલાને કુદરતી હાજતના સમયે પ્રસૂતિ થઈ હતી. જેથી જન્મેલી બાળકી કમોડમાં ફસાઈ હતી. અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોએ નાજુક પરિસ્થિતિમાં 15 મિનિટની મહેનત બાદ નવજાત બાળકીને સુરક્ષિત બહાર કાઢી હતી. હાલ મહિલા અને બાળકી બન્ને સુરક્ષિત છે, બંનેને સારવાર હેઠળ હોસ્પિટલમાં લઈ જવાયા છે.

પાલડી વિકાસ ગૃહમાં આજે વહેલી સવારે એક અસ્થિર મગજની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેને ટોયલેટમાં જ ડિલીવરી થઈ હતી. પરંતુ અસ્થિર મગજની મહિલા કંઈ સમજી શકી ન હતી. તેથી તેનુ તાજુ જન્મેલુ બાળક ટોયલેટના કમોડમાઁ ફસાઈ ગયુ હતું. આ વિશેની જાણ થતા જ વિકાસ ગૃહનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી.

નવરંગપુરા ઈમરજન્સી રેસક્યૂ ટીમે આવીને કમોડમાં ફસાયેલી બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીનુ માથુ કમોડમાં ફસાઈ ગયુ હતું. જેથી ધીરે ધીરે બાળકીને ઈજા ન પહોંચે તે રીતે કમોડને તોડવામાં આવ્યુ હતું. આસપાસની ટાઈલ્સ ધીરે ધીરે તોડીને બાળકીને બહાર કાઢવામાં આવી હતી. આખરે બાળકીનુ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયુ હતું. કમોડમાં ફસાયેલી બાળકીને બહાર કાઢવામાં 25 મિનિટનો સમય લાગી ગયો હતો. જેના બાદ માતા અને બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

વિધિની વક્રતા એવી કહેવાય કે, આજે નેશનલ ફાયર સર્વિસ દિવસ છે, તે જ દિવસે એક નવજાત બાળકી કમોડમાં ફસાઈ હતી. જોકે, ફાયર સર્વિસ દિવસે ફાયર બ્રિગેડની ટીમે ઉમદા કામગીરી કરીને બાળકીનો જીવ બચાવ્યો હતો.

error: