Satya Tv News

સરદારની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી.

દેશ વિદેશના પ્રવાસીઓ ઉપરાંત રાજકીય હસ્તીઓ SOU ની મુલાકાત લેતા રહે છે. તાજેતરમા કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોત
અને ભારત ખાતેના જાપાની રાજદૂત સતોશી સુઝુકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી

જેમાં કર્ણાટકના માનનીય રાજયપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, વિશ્વ ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અત્યંત પ્રભાવિત છુ,સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા આ પ્રતિમાથી નિરંતર સૌને મળતી રહેશે અને તેનાથી દેશની એકતા અને અખંડીતતા વધુ મજબુત થશે તેવો આશાવાદ સેવ્યો હતો.રાજયપાલ ગેહલોતે વિશ્વવનની મુલાકાત લઇને વસુધૈવ કુટુંબકમની ભાવનાને જાગૃત કરતા આ વનને નિહાળી અભિભુત થયા હતા ત્યારબાદ રાજ્યપાલ નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા.

એ ઉપરાંત જાપાનનાં ભારત સ્થિત રાજદૂત સતોશી સુઝુકી પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવવાના આ શાંદર અવસર પુરો પાડવા બદલ આભાર વ્યકત કરૂ છુ. પ્રતિમાનો આકાર જોઇને હું અભિભુત છુ, સાથે આ પ્રતિમાને ભારતની એકતાના પ્રતિકરૂપે બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પરીકલ્પનાથી હું પ્રભાવિત છુ.

જાપાનનાં ભારત સ્થિત રાજદૂત સતોશી સુઝુકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

વિએડિયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: