Satya Tv News

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડાવાનું અભિયાન શરૂ કરી દીધું છે. કેમકે થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ MLA પ્રાગજીભાઈ પટેલ, ગત રોજ પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ પુનઃ ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂ પણ ભાજપ ફરીથી જોડાયા છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુએ પોતાના સમર્થકો સાથે અમદાવાદ ગોતા સર્કલ પાસે થી ગાંધીનગર કમલમ સુધી રેલી યોજી હતી. બાદમાં ગાંધીનગર સ્થિત કમલમની ઓફિસમાં ભાજપના નેતાઓ ઉપસ્થિતીમાં કેસરિયો ખેસ પહેર્યો હતો. મહત્વનું છે કે, પ્રવીણ મારૂએ તાજેતરમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. ભાજપ પ્રવીણ મારુને સૌરાષ્ટ્રમાં દલિત સમુદાયનો ચહેરો બનાવાય તેવી શક્યતા છે. આ સાથે 2022ની ચૂંટણી પહેલા બોર્ડ નિગમમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે. મહત્વનું છે કે, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

ભાજપમાં જોડાતા જ પ્રવીણ મારૂએ કરી દીધી મન ની વાત કહી દીધી હતી. પ્રવીણ મારૂએ મીડિયા સમક્ષ પ્રવીણ મારૂએ મુખ્યમંત્રી બનાવાનું સપનું હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું પક્ષ મને મુખ્યમંત્રી બનાવે તો પણ મને શું વાંધો હોય તેમણે જણાવ્યું કે, ચૂંટણી લડવાની ઈચ્છા કોને ના હોય ? પક્ષ ટિકિટ આપશે તો જરૂરથી ચૂંટણી લડીશ. અને ટિકિટ ન આપે તો જે જવાબદારી આપશે તે સ્વીકારીશું

સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ છે. કમાભાઈને ગતરોજ ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કમાભાઈ રાઠોડ તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત અનેક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે.ત્યારે થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ MLA પ્રાગજીભાઈ પટેલ પણ જોડાયા હતા.કમલમ ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં પુન: પ્રવેશ્યા અને કેસરિયો ધારણ કર્યો.

error: