વાલિયા-નેત્રંગ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર મારામારીની ઘટના
પેટ્રોલ ભરાવવા મુદ્દે અજાણ્યા 6 શખ્સોએ બે કર્મચારીઓને માર માર્યો
ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
વાલિયા-નેત્રંગ રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી સ્થિત જલારામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા મુદ્દે માથાકૂટ થયા બાદ અજાણ્યા 6 શખ્સોએ બે કર્મચારીઓને માર માર્યો હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે
વાલિયા તાલુકાના લુણા ગામના કુવા ફળિયામાં રહેતો વિજય વિકટરભાઈ વસાવા છેલ્લા ત્રણ મહિનાથી વાલિયા-નેત્રંગ રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી સ્થિત જલારામ પેટ્રોલ પંપ નોકરી કરે છે જેઓ ગતરોજ પોતાના સ્ટાફના મિત્રકુમાર નરેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય કર્મચારીઓ સાથે પંપ પર બેઠા હતા તે દરમિયાન રાતે 9:30 કલાકે એક્ટિવા નંબર-જી.જે.16.સી.એલ.3571 લઈ એક ઇસમ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો જેણે પ્રથમ 150 અને ત્યાર બાદ 130 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કર્મચારીને જણાવ્યું હતું જેથી વિજય વસાવાએ એક્ટિવા ચાલકને તમે નક્કી કરો તમારે કેટલાનું પેટ્રોલ પુરાવું છે તેમ કહેતા જ એક્ટિવા લઈને આવેલ ઇસમ અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી કર્મચારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો તે વેળા અન્ય કર્મચારીઓ વચ્ચે પડી વિજય વસાવાને છોડાવ્યો હતો જે બાદ એક્ટિવા ચાલક ત્યાંથી જતો રહ્યો હતો તે દરમિયાન રાતે 12 કલાકે તે એક્ટિવા સવાર અન્ય 6 જેટલા ઈસમો સાથે લાકડીના સપાટા લઈ પેટ્રોલ પંપ પર ઘસી આવ્યા હતા અને ઓફિસમાં આરામ કરતા વિજય વિકટર વસાવા અને મિત્રકુમાર પટેલ સાથે ઝઘડો કરી બંને કર્મીઓને લાકડાના સપાટા અને ધિક્કા પાટુ માર મારી ત્યાંથી જતા રહ્યા હતા મારામારીની ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં 6 મિનિટમાં સમગ્ર પંપને બનામાં લઈ 6 ઈસમોએ આતંક મચાવ્યો હતો મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા