Satya Tv News

દિલ્હી સરકારે સ્કુલો માટે કોવિડ-19 સાથે સંબંધિત એક નવી સલાહ જારી કરી તેમને આદેશ આપ્યો છે કે જો કોઈ વિદ્યાર્થી કે કર્મચારીની કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ થાય તો સમગ્ર પરિસર અથવા ખાસ ભાગને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવે. શિક્ષા નિદેશાયલએ એ પણ કહ્યુ કે વિદ્યાર્થી અને કર્મચારીઓને માસ્ક પહેરવો જોઈએ તથા યથાસંભવ સામાજિક અંતર જાળવી રાખવુ જોઈએ.

દિલ્હી અને NCRમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોના વાયરસ સાથે સંક્રમિત થવાના સમાચાર વચ્ચે 13 એપ્રિલએ સલાહ જારી કરી છે. સલાહમાં કહેવામાં આવ્યુ છે કે જો કોવિડનો કોઈ નવો કેસ મળી આવે અથવા શાળા પ્રશાસનને જાણ કરવામાં આવે તો તે તરત જ શિક્ષણ નિયામકને જાણ કરવી જોઈએ અને શાળાનો સંલગ્ન ભાગ અથવા આખી શાળા અસ્થાયી રૂપે બંધ કરવી જોઈએ.

એડવાઈઝરીમાં સૂચિબદ્ધ અન્ય પગલાંઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય શાળાના કર્મચારીઓ દ્વારા માસ્ક પહેરવા અને શક્ય તેટલુ અંતર જાળવી રાખવાનો સમાવેશ થાય છે.

સલાહમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સહાયક સ્ટાફ નિયમિત હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ અને કોવિડના નિવારણ વિશે અને મુલાકાતે આવતા વાલીઓમાં જાગૃતિ લાવવા સુચના આપવામાં આવી છે

error: