રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી જૂથ અથડામણ બાદ જિલ્લા કલેકટરે આજે બેઠક યોજી હતી. જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, સક્કરપુર ગ્રામ પંચાયત દ્વારા સક્કરપુરમાં દબાણો દૂર કરાશે. આ સાથે સક્કરપુર ગામની સરકારી જમીન ઉપર આવેલા ઝાડી-ઝાંખરા દૂર કરાયા ઉલ્લેખનીય છે કે, ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ ઝાડી-ઝાંખરાની આડશ લઈને પથ્થરમારો કર્યો હતો.
મહત્વનું છે કે, જિલ્લા કલેકટરે ખંભાતના સક્કરપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણો હટાવવાનો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે સક્કરપુર ગ્રામ પંચાયતને સૂચનાઓ આપી દેવામાં આવી છે. દબાણ હટાવવાની તમામ કામગીરી પોલીસના બંદોબસ્ત વચ્ચે કરાશે. ઉલ્લેખનીય છે કે, રામનવમીના દિવસે સક્કરપુરમાં શોભાયાત્રા પર તોફાની તત્વોઓએ ઝાડી ઝાંખરામાંથી પથ્થરમારો કર્યો હતો. જેથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
નોંધનીય છે કે મધ્ય પ્રદેશના ખરગોનમાં પણ રામનવમીના દિવસે ભયંકર હિંસા થઈ હતી જે બાદ સરકાર દ્વારા આખેઆખા મહોલ્લાઓને ઉડાવી દેવામાં આવ્યા. તંત્ર દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીના ઘણા લોકોએ વખાણ કર્યા અને મુખ્યમંત્રીને બુલડોઝર મામા તરીકે જાણીતા કરી દીધા હતા. જોકે ઘણા લોકો આ પ્રકારના એક્શનનો વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે આરોપ સાબિત થયા પહેલા પૂર્વાગ્રહ રાખીને કોઈ પર કાર્યવાહી કરવી જોઈએ નહીં.
મહત્વનું છે કે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાનો અસલ ક્રેઝ શરૂ કરવાનો શ્રેય યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર જાય છે જ્યાં માફિયાઑ અને ગુંડાઑની અનેક સંપત્તિઓ પર આ પ્રકારની કારુવા કાર્યવાહી કરવામાં આવી છે. આખા દેશમાં બુલડોઝર બાબાના નામથી યોગી આદિત્યનાથ ફેમસ થઈ ગયા અને ચૂંટણીમાં પણ જોરદાર ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો હતો.