Satya Tv News

વધુ એક કંપનીએ નાણાં રીફન્ડની માંગ ઉઠાવી

ડીઆઈએ ઘ્વારા પાણીના વપરાશ કરતા વધુ બિલો ફટકારી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ખોટી રીતે વસુલાયા હતા

ટોરેન્ટ પાવરની તરફેણમાં ચુકાદો આવતા જ ડીઆઈએ નું પાણી કૌભાંડ વધુ ગાજયુ હતુ

કોર્ટ ચુકાદા ને પગલે ડીઆઈએ એ અંદાઝે દોઢ કરોડ થી વધુ રકમ ટોરેન્ટ પાવરને પરત કરવી પડી હતી.

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વર્ષ ૨૦૧૧-૧૨ માં થયેલા કથિત પાણી કૌભાંડમાં ફરી વિવાદ ઉભો થવા પામ્યો છે. ટોરેન્ટ બાદ વધુ એક કંપનીએ ડીઆઈએ પાસેથી એક્સસ નાણાં રીફન્ડ માંગતા ફરી વિષય ચર્ચાની એરણે ચડ્યો છે.બીજી અનેક કંપનીઓ પણ એક પછી એક રિફંડ માંગે તેવા આસાર ઉભા થયા છે.તો ઘણી કંપનીઓના ડીઆઈએનું પદ ધરાવતા સંચાલકોનું આ બાબતે સૂચક મૌન પણ સપાટી પર આવ્યુ છે.આવા સંચાલકો કંપની ને વફાદાર રહેશે કે ડીઆઈએ ને એવો પ્રશ્ન ઔદ્યોગિક આલમમાં ઉઠી રહ્યો છે.

દહેજ જીઆઇડીસીમાં વર્ષ ૨૦૧૧-૧૨માં ઉદ્યોગોને પાણી પૂરું પાડવાનો કોન્ટ્રાકટ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પાસે હતો.જેમાં નિયમોની ઉપરવટ જઈ ડીઆઈએ એ પાણીના કુલ વપરાશ કરતા વધુ પાણી વપરાશના બિલ ફટકારી નાણાંની વસુલાત કરી હતી.ઉદ્યોગોએ તેની સામે અવાજ ઉઠાવતા આખરે GIDC એ એક જ વર્ષમાં કોન્ટ્રાકટ રદ કરી દીધો હતો. ટોરેન્ટ કંપનીએ બિલ ઉપરાંતના વધારાના નાણાં પરત મેળવવા માંગ ઉઠાવી હતી.જે ન મળતા આખરે ટોરેન્ટ કંપનીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.જેમાં ટોરેન્ટની ફેવરમાં ચુકાદો આવ્યો હતો.જેના પગલે ડીઆઈએ એ દોઢ કરોડ થી વધુ રકમ ટોરેન્ટ પાવરને પરત કરવી પડી હતી.ટોરેન્ટ પાવરની તરફેણમાં ચુકાદો આવતા જ ડીઆઈએ નું પાણી કૌભાંડ વધુ ગાજયુ હતુ.હવે વધુ એક કંપનીએ પોતાના નાણાં રિફંડ ની માંગ ઉઠાવી છે.દહેજમાં આવેલ પીડીલાઈટ કંપનીએ DIA ને પત્ર લખી નાણાં પરત માંગતા વધુ એક વખત પાણી કૌભાંડ ફરી ગરમાય જવા પામ્યુ હતુ.

દહેજના ઉદ્યોગો અને ડીઆઈએ બન્ને સાથે જોડાયેલા સંચાલકો દૂધમાં અને દહીંમાં પગ રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.આવા સંચાલકોની પોતાની કંપનીના પણ કરોડો રૂપિયા ડીઆઈએ ઘ્વારા ખોટી રીતે ઉઘરવાયા હોવા છતાં તેઓ રીફન્ડ માંગી રહ્યા નથી.આ સંચાલકો કંપનીને વફાદાર રહેવાના સ્થાને ડીઆઈએના પાણી કૌભાંડને પાછલા બારણે સમર્થન આપતા હોવાની ચર્ચાઓ દહેજ ઔદ્યોગિક આલમમાં ઉઠી છે.

કોર્ટના હુકમના પગલે ડીઆઈએ એ ટોરેન્ટ કંપનીને નાણાં પરત કરવાની ફરજ પડી હતી.જેના પગલે ડીઆઈએ એ ખોટી રીતે જે ૭૦ થી વધુ કંપની પાસેથી પાણીના બિલ વસુલ્યા હતા તે તમામને તેમના હકના નાણાં પરત કરી દેવા જોઈએ તેવી માંગ દહેજ ઔદ્યોગિક ક્ષેત્ર માં થઇ રહી છે.આવા સંજોગોમાં ડીઆઈએ કેવું વલણ અપનાવશે તે જોવુ રહ્યુ.

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનું પાણી કૌભાંડ બહાર આવતા ડીઆઈએ પ્રમુખ સામે અનેક આક્ષેપો થયા હતા.કેટલાક ઉદ્યોગકારોએ તેમના રાજીનામાની માંગ ઉઠાવી હતી.તેવા સંજોગોમાં નૈતિકતાના ધોરણે ડીઆઈએના પ્રમુખે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવા દાવા પણ થયા હતા.ત્યારે પોતાની નૈતિક જવાબદારી નિભાવી ડીઆઈએ પ્રમુખ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપશે કે કેમ તેવો પ્રશ્ન ઉભા થવા પામ્યા છે.

પાણી કૌભાંડ બહાર આવતા જ ડીઆઈએ મેનેજમેન્ટ દોડતુ થયુ હતુ.અન્ય કંપનીઓને નાણાં પરત ન કરવા પડે તે માટે મેનેજમેન્ટે કવાયત હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.દહેજમાં ડિઝાસ્ટર મેંનેજમેન્ટ ઉભુ કરવા મોટું ફંડ જરૂરી હોવાના બહાના હેઠળ કંપનીઓ પાસેથી પત્ર લખાવી રહ્યા છે.જેમાં કંપની પોતે તેમના પાણી કૌભાંડ હેઠળના નાણાં ડિઝાસ્ટરમાં આપતા હોવાના એકરાર કરાવી કૌભાંડનું ડિઝાસ્ટર કન્ટ્રોલ કરતા હોવાની માહિતી સાંપડી છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: