ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા છ શિક્ષકોએ પાંચ વર્ષ પૂર્ણ કરતા તેમને પુરા પગારમાં સમાવેશ કરતા ઓર્ડર અર્પણ કાર્યક્રમ સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે યોજાયો હતો.
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પટેલ, મિનેશભાઈ કોંકણી, ભૂમિકાબેન પટેલ, અંબિકાબેન વસાવા, દર્શનાબેન વસાવા અને રિબકાબેન વસાવાએ પોતાની પાંચ વર્ષની ફરજ પૂર્ણ કરતા તેમને પુરા પગાર ધોરણ હેઠળ સમવાયા હતા. જેના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન ઈન્દિરાબેન રાજ,વાઇસ ચેરમેન જગદીશ પરમાર, ઇન્ચાર્જ શાસનાધિકારી નિશાંત દવે તથા પૂર્વ હેડક્લાર્ક હસમુખભાઈ સુતરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના પદાધિકારી અને અધિકારીના હસ્તે છ શિક્ષકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી તેના કર્મ અને ધર્મને નિષ્ઠા પૂર્વક નિભાવવા અપીલ કરી હતી.
“પુરા પગારમાં સમાવવા હુકમ એનાયત કાર્યક્રમ”
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકેની ફરજ બજાવતા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા પુરા પગારમાં સમાવવા ના ઓર્ડર આજરોજ તારીખ 21/ 4/2022 ના રોજ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષા ઇન્દિરાબેન રાજ, ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી નિશાંત દવે,ભૂતપૂર્વ હેડ ક્લાર્ક હસમુખભાઈ સુતરીયા ની ઉપસ્થિતિમાં મહેમાનશ્રીઓના હસ્તે છ વિદ્યાસહાયક શિક્ષકોને પુરા પગાર નો ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતો.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા