સુરત શહેના રાંદેર વિસ્તારમાં અસામાજીક તત્વોની મિલકત પર પોલીસ પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. મહત્વનું છે. કે આ પહેલા રામનવીના દિને ખંભાતમાં થયેલી હિંસાના પગલે ખંભાત પોલીસે હિંસાના આરોપીઓની મિલકત પર બુલડોઝર ચલાવ્યું છે. મહત્વનું છે કે, આરોપીની સાન ઠેકાણે લાવવા માટે યુપી સરકારે સૌ પ્રથમવાર બુલડોઝરની મદદથી આરોપીની મિલકતને જમી ધ્વસ્ત કરી દીધું હતું. બાદમાં મધ્યપ્રદેશના ખરગોનમાં પણ પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓ અને પથ્થરબાજોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી હતી.
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા પોલીસ સાથે ઝપાઝપી કરી ભાંગેલા સુરતના રાંદેર વિસ્તારના આસિફની સાન ઠેકાણે લાવવા સુરત પોલીસનો સકંજો કસ્યો છે.જે અંતર્ગત સુરત પોલીસે રાંદેરના આરીફની મિલક સામે કાર્વાહી કરી હતી.અને તેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી તોળ્યું હતું. આ સાથે પોલીસ પર હુમલો કરનાર 12 લોકોની પણ ધરપકડ કરી હતી. તેમજ પોલીસે આરોપીઓના બે વાહનો પણ કબ્જે કર્યા છે.