પહેલી વાર નાના બાળકોએ પણ પરિક્રમા કરી ગરમીને કારણે રાત્રીના સમયે પણ પરિક્રમા કરતા ભક્તો
ચા,નાસ્તા, ભોજન,લીંબુ શરબત, છાશ વગેરે સેવાની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુંદર વ્યવસ્થા
ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની માંગરોળ ખાતે આવેલી છે. જ્યાં પંચકોશી પરિક્રમા ચૈત્ર માસમાં થાય છે.જે 31મી એપ્રીલ સુધી ચાલવાની છે. 21 કિલોમીટરની 31 દિવસની આ પંચકોશી પરિક્રમા છે. ત્રણ વાર પરિક્રમા કરવાથી આપૂર્ણ પરિક્રમાનું ફળ મળે છે.આ પંચકોશી નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું ચૈત્ર માસમાં વિશેષ ધાર્મિક મહત્વ છે.અહીં રોજના દસથી પંદર હજાર ભક્તો પરિક્રમા કરવા માટે આવે છે.અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ ભક્તોએ નર્મદા પરિક્રમા કરી છે. જોકે આ વખતે પહેલી વાર પરિવાર સાથે પરિક્રમા કરતા ભકતોની સાથે નાના બાળકોએ પણ પરિક્રમા કરી છે.તો ગરમીને કારણે રાત્રીના સમયે પણ પરિક્રમા કરતા ભકતો જોવા મળ્યા છે. પરિક્રમાનો આનંદ માણવાની સાથે બહેનો ગરબાની રમઝટ પણ બોલાવી રહી
આ પરિક્રમા માટે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા સુંદર સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.અહીં વિનામૂલ્યે ભોજન, ચા-નાસ્તો, ઠંડુ પાણી,છાશ,લીંબુનું સરબત વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંગલેશ્વર મંદિર પાસે રાજપુત યુવક મંડળ દ્વારા ચા-નાસ્તાની અને ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરાઈ છે. આગળ પટેલ યુવક મંડળ દ્વારા ચા નાસ્તા લીંબુ શરબત ની વ્યવસ્થા કરવામાં આવી છે. આગળ હનુમાન મંદિર પાસે પ્રકાશભાઈ માસી દ્વારા ફ્રુટ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે તપોવન આશ્રમ ના ગેટ પાસે ચા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે. આગળ જતાં નાવડી પાર કર્યા પછી મણી નાગેશ્વર મંદિર પાસે પણ ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે. કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે જ્યારે સીતારામ આશ્રમ માં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે
આ વખતે પહેલીવાર પ્રશાસન દ્વારા ટોયલેટની પણ સુંદર વ્યવસ્થા કરી છે.ભક્તોને 108 ની સેવાનો પણ લાભ મળ્યો છે આ પરિક્રમા દરમ્યાન લોકોને રોજગારી પણ મળતી થઇ છે
જોકે અખિલ ભારતીય સંત સમિતિ ના જિલ્લા મંત્રી સદાનંદ મહારાજે જણાવ્યું છે કે અહીંયા આવવા જવા માટે બસની પુરતી વ્યવસ્થા નથી ખાસ કરીને તેમણે રાજપીપળા થી વાયા માંગરોલ એકતાનગર બસ શરૂ કરવાની માંગ કરી છે દૂરથી આવતા ભક્તો માટે આવવા-જવા માટે બસો મુકાય તેવી પણ માંગ ઉઠી છે. ઉપરાંત ભક્તો રહી શકે તે માટે સુંદર ભવન પ્રશાસન બનાવે એવી પણ ભક્તોની માંગ છે
દીપક જગતાપ, રાજપીપલા