Satya Tv News

પુસ્તકો આપણા માર્ગદર્શક બનીને ફક્ત આપણું જ્ઞાન જ નથી વધારતા, પણ આપણાં એકલતાના દિવસોમાં એ આપણાં મિત્ર બની સાથે પણ નિભાવે છે.

વિશ્વમાં દર વર્ષે 23 એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પુસ્તકોને સમર્પિત છે. પુસ્તકો આપણા માર્ગદર્શક બનીને ફક્ત આપણું જ્ઞાન જ નથી વધારતા, પણ આપણાં એકલતાના દિવસોમાં એ આપણાં મિત્ર બની સાથે પણ નિભાવે છે. આ દિવસને ઉજવવાનું એક કારણ લોકોમાં પુસ્તકો વાંચવાની એક આદતને પ્રોત્સાહન આપવાનું પણ છે. આજે જ્યારે એકવાર ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે લોકોને ફરી સોશિયલ ડિસ્ટેંસિંગનો સામનો કરવો પડી શકે છે, એવા સમયમાં પુસ્તકો તમારી એકલતા દૂર કરવા માટે ઉપયોગી થઈ શકે છે.

દરવર્ષે 23 એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. આને વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ (World Book and Copyright Day) તરીકે પણ ઉજવવામાં આવે છે. વિશ્વમાં પુસ્તકોના મહત્વને દર્શાવવા માટે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. જોવા જઈએ તો પુસ્તકોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. આને ઇતિહાસ અને ભવિષ્ટ વચ્ચેના એક બ્રિજ તરીકે પણ માનવામાં આવે છે. આ ખાસ દિવસે યૂનેસ્કો અને તેના અન્ય સહયોગી સંગઠનો આગામી વર્ષ માટે વર્લ્ડ બુક કૅપિટલની પસંદગી કરે છે. આનો હેતુ એ જ હોય છે કે આગામી એક વર્ષ માટે પુસ્તકોની આસપાસ થનારા કાર્યક્રમો યોજાય. વિશ્વમાં વર્લ્ડ બુક ડે ઉજવવાનો મૂળ હેતુ એ જ છે કે લોકો પુસ્તકોના મહત્વને સમજે. પુસ્તકો આપણા ઇતિહાસનો અરીસો છે અને આપણાં ભવિષ્ય માટે માર્ગદર્શક જેવા છે. એવામાં આપણા જીવનમાં પુસ્તકોનું મહત્વ ઓછું નથી.

યૂનેસ્કોએ 23 એપ્રિલ, 1995ના રોજ આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. આ દિવસ દ્વારા યૂનેસ્કોનો ઉદ્દેશ્ય હોય છે કે વિશ્વના લોકો વચ્ચે સાક્ષરતાને પ્રોત્સાહન આપવામાં આવે. સાથે જ બધા સુધી શૈક્ષણિક સંસાધનોની પહોંચની ખાતરી કરવાની હોય છે. આમાં ખાસ તો લેખક, પ્રકાશક, શિક્ષક, લાઈબ્રેરિયન, સાર્વજનિક અને પ્રાઈવેટ સંસ્થાઓ, માનવ અધિકારોને પ્રોત્સાહન આપનારા NGO વગેરે સામેલ હોય છે.

error: