Satya Tv News

IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્તમાન સિઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. ટીમે અત્યારસુધીમાં 8 મેચ રમી છે અને તમામ મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ IPLના ઈતિહાસમાં પ્રથમ 8 મેચ હારી ચુકેલી પ્રથમ ટીમ બની ગઈ છે.

આ શરમજનક પ્રદર્શન બાદ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. રોહિતે ટ્વિટ કરીને લખ્યું- અમે આ ટૂર્નામેન્ટમાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી, પરંતુ તે થાય છે. રમતગમતની દુનિયાના ઘણા દિગ્ગજો આ તબક્કામાંથી પસાર થયા છે, પરંતુ હું મારી ટીમ અને તેના વાતાવરણને પ્રેમ કરું છું. હું અમારા શુભેચ્છકોનો પણ આભાર માનું છું જેમણે અમારામાં વિશ્વાસ દર્શાવ્યો છે અને ટીમ પ્રત્યે અતૂટ વફાદારી દર્શાવી છે.

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો 8 મેચમાં ઝીરો પોઈન્ટ સાથે મુંબઈ સૌથી નીચે 10માં નંબરે છે. હજુ તેને છ મેચ રમવાની છે. IPLમાં બે નવી ટીમની એન્ટ્રી થઈ છે, પરંતુ BCCIએ ફોર્મેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. દરેક ટીમની મેચોની સંખ્યા 14 જ રાખી છે. આવું ગત સીઝનમાં પણ હતું. મુંબઈ તેની બધી મેચ જીતશે તો પણ તેના 12 પોઈન્ટ થશે. 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોચવું અસંભવ છે. જોકે 12 પોઈન્ટ સાથે SRH 2019માં પ્લેઓફ રમ્યું હતું. બીજી ટીમોનું પણ ખરાબ પ્રદર્શન થાય તો 12 પોઈન્ટ સાથે ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે.

બાકીની 6 મેચમાં અંતિમ ત્રણ મેચ મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં રમશે. આનો ફાયદો રોહિતની ટીમને મળી શકે છે. આ મેદાન પર મુંબઈનો ટ્રેક રેકોર્ડ 2018માં ઘણો સારો હતો. ટીમ આ મેદાન પર 15માંથી 8 મેચ જીતી છે

error: