Satya Tv News

ગુજરાત સ્થાપના દિવસે વાલિયા ચંદેરીયામાં કેજરીવાલ – છોટુ વસાવા વચ્ચે બેઠક
આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં BTP-AAP ની રણનીતિ જાહેર કરાશે
AAPના ગોપાલ ઇટલીયા અને BTP MLA મહેશ વસાવાએ યોજી સંયુક્ત પત્રકાર પરિષદ

ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યની રાજનીતિમાં BTP – AAP ની ગઠબંધનની એન્ટ્રી થઈ રહી છે. મંગળવારે ગુજરાત AAP ના ગોપાલ ઇટલીયા અને BTP MLA મહેશ વસાવાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી ગઠબંધનનું સૂચક એલાન કર્યું છે.

દિલ્હી મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત ભરૂચ આવી રહ્યાં છે. જેઓ વાલિયા તાલુકાના ચંદેરીયા ખાતે વાઈટ હાઉસમાં ઝઘડિયા MLA છોટુ વસાવા સાથે બેઠક કરશે . બેઠકમાં BTP – AAP વચ્ચે ગઠબંધન અંગે વિસ્તૃત ચર્ચા કરાશે. જેમાં આગામી રણનીતિ ઘડી કાઢી આ ગઠબંધનનું જાહેર મંચ પરથી બન્ને એલાન કરશે. જે બાદ સવારે 11 કલાકે ચંદેરીયામાં આદિવાસી સંકલ્પ મહા સંમેલન યોજવામાં આવશે. જેમાં બન્ને નેતાઓ કેજરીવાલ અને છોટુ વસાવા BTP AAP ના જોડાણ, રણનીતિ, મુદ્દા વિશે ખુલ્લા મંચ પરથી જાહેરાત કરવામાં આવનાર છે.

આપ અને બિટીપીની સંયુક્ત પત્રકાર પરિષદમાં MLA મહેશ વસાવા અને AAP ના ગોપાલ ઇટલીયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાત અને દેશમાં ગરીબોની હાલતમાં કોઈ સુધારો આવ્યો નથી. અમીર વર્ગ વધુ ને વધુ અમીર જ્યારે ગરીબ વર્ગ વધુ ને વધુ ગરીબ બનતા બે ભાગલામાં દેશ આજે અમીરી અને ગરીબી વચ્ચે વહેંચાઈ ગયો છે જેમ નિવેદન આપ્યા હતા.

AAP – BTP ના ગુજરાતમાં ગઠબંધનનું વિઝન જાહેર કરી એક નવા ગુજરાતનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ગરીબ, આદિવાસી, પછાત, દલિત દરેક વર્ગ અને સમાજને સાથે લઈ સવિધાનીક હકો અને પ્રાથમિક પાયાની શિક્ષણ, આરોગ્યની જરૂરિયાતો પૂરી પાડવાનો ગઠબંધનનો સંકલ્પ રહેલો છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: