પૂર્વ ચેરમેન સામે કૌભાંડના આક્ષેપ સાથે ફરિયાદ થતાં ધરપકડ
સંસ્થામાં કસ્ટોડિયનની નિમણૂકથી ખેડૂતોને નુકસાન
વાલિયા વટારિયા સુગર પૂર્વ ચેરમેન વાલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ થતા તેની તપાસમાં સંદિપ માંગરોલાની મુશ્કેલી વધી રહી હોય એવું આ કલમો ઉમેરવાથી દેખાય રહ્યું છે.
વાલિયા સ્થિત શ્રીગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનાં કાયૅક્ષેત્રમાં આવતાં સુરત – ભરૂચ જિલ્લાના 8 તાલુકાના 18 હજાર સભાસદો ધરાવતી અને 400 કરોડનો વહીવટ કરતી સહકારી સંસ્થામાં છેલ્લા પાંચ વષઁથી ખેડૂત સભાસદોએ ભ્રષ્ટાચાર અંગેની પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા અને બીજા આઠ લોકો પર ફરીયાદ થતા સાતેક માસથી સંદીપ માંગરોલાને ક્રિ પ્રો ક્રોડની કલમ- 439 અન્વયે તત્કાલીન પ્રમુખ ઉપર વાલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ થતા તેની તપાસમાં ઈ પી કોની કલમ 467,468,471ની વધુ કલમ ઉમેરો થતાં તથા કથિત 85 કરોડના ભસ્ટ્રાચારમાં સંદિપ માંગરોલાની મુશ્કેલી વધી રહી હોય એવું આ કલમો ઉમેરવાથી દેખાય રહ્યું છે.
છેલ્લા પાંચ વષઁથી ગણેશ સુગરના ખેડૂતોને ભાવ બાબતે તથા ખેડૂતો સામે જોહુકમી થી સુગરના તત્કાલીન ચેરમેન સંદીપ માંગરોલા તથા વહીવટકર્તાઓ મનમાની કરી ખેડૂતોને આજુબાજુ ની સંસ્થા કરતાં ઓછા ભાવ આપી ખેડૂતોને પડતા પર પાટુ મારી ગણેશ બચાવ સંઘષઁ સમિતિ અને 4 માજી ડીરેકટરોએ પુરાવા સહીતની સરકારમાં અનેક રજુઆતથી હાલમા ગણેશ સુગરમાં કસ્ટોડીયન અધિકારી મુકવાથી સુગરમાથી વહીવટ અંગેની પણ ફરીયાદ ઉઠવા પામી છે.
વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા