ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપે આપી કેરિયર માટેની ટિપ્સ
OTT પ્લેટફોર્મ પર મનોરંજન, જાહેરાત, સમાચાર, જવેલરી ની દુનિયામાં ગ્રાફિક ડિઝાઇનરની ડિઝાઇનો કામ કરે છે -ઋજુતા
27 એપ્રિલ વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસ છે.ગ્રાફિક ડિઝાઇન એસોસિએશન્સ ઓફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ 1963 માં આ દિવસે સ્થાપના કરવામાં આવી હતી.આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વભરના ગ્રાફિક્સ અને નવીન ડિઝાઇનિંગ સાથે પ્રગતિની ચર્ચા અને સેમિનારો યોજાય છે. જે ૧૯૬૩માં સ્થપાયેલ ગ્રાફિક ડિઝાઇનની વૈશ્વિક સંસ્થા’ઇકોગ્રાડા’ (Icograda)ની વર્ષગાંઠની ઉજવણી રૂપે ઉજવવામાં આવે છે. આની શરૂઆત ૧૯૯૫ થી થયેલ. આ દિવસ ગ્રાફિક ડિઝાઇન અને માહિતી રૂપરેખાનાં વ્યવસાયની ઉજવણીરૂપે ઉજવવામાં આવે છે
આજના વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસે ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપે ગ્રાફિક્સ ક્ષેત્રે કેરિયર બનાવવા માંગતા યુવક યુવતીઓને ટિપ્સ આપતાં જણાવ્યું હતું કે યુવામહિલાઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ મોટી કારકિર્દી બનાવી શકાય તેમ છે. એમાં ખૂબ લગન, મહેનત અને સારુ કામ કરવાની તમન્ના હોય તો ચોક્કસ આ ક્ષેત્રમાં યુવક યુવતીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. કોરોનામાં જયારે બધાને જોબ છોડવાનો વારો આવ્યો ત્યારે આ જ એક માત્ર આ વ્યવસાય ગ્રાફિક ડિઝાઇનિંગ ઓનલાઇનથી સતત ચાલુ રહ્યો હતો.ફિલ્મ, રાજકારણ, અન્ય બિઝનેશ, ટીવી, અખબાર, મીડિયા ઉપરાંત એડવરટાઇઝમેન્ટ, ફિલ્મ પોસ્ટર ડિઝાઇન, જવેલરી ડિઝાઇન, ઇવેન્ટ ડિઝાઇન, મ્યુઝિક આલ્બમ ડિઝાઇન,
ફેશન ડિઝાઇન,OTT પ્લેટફોર્મ , વગેરે કામગીરીની ખૂબ ડિમાન્ડ વધી છે ત્યારેઆગામી દિવસોમાં ગ્રાફિક ડિઝાઇનરોની બોલબાલા વધી જાય તો નવાઈનહીં.
અત્રે ઉલ્લેખનીય છે રૂજૂતાએ અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઈનો તૈયાર કરી છે.ખુબજ ટૂંકા ગાળામાં દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં સફળ રહેલી ગુજરાતની પ્રથમ સફળ ગ્રાફિક યુવા ડિઝાઇનર બની ગઈ છે.
એ ઉપરાંત મુંબઈ ખાતે બે મોટા આઇકોનીક એવોર્ડ ઇવેન્ટ યોજાઈ ગયા જેમાં “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ -2021-22″ના ઇવેન્ટ યોજાયા. આ સમગ્ર ઇવેન્ટનું ગ્રાફિક ડિઝાઇનિંગ પણ ઋજુતા જગતાપે કર્યું છે. આ ઇવેન્ટમાં ટીવી સ્ટાર અને બૉલીવુડની જાણીતી ફિલ્મી હસ્તીઓની ઉપસ્થિતિ માં યોજાયેલ એવોર્ડ સમારંભના ઇવેન્ટની સંપૂર્ણ ડિઝાઇન ઋજતા જગતાપે તૈયાર કરી છે.
એ ઉપરાંત વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંકશન “કાશી યોદ્ધા ગૌરવ સન્માન” ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇનર પણ ઋજૂતા જગતાપ જ છે.
એ ઉપરાંત “ઇન્ડિયાઝ ટોપ મોડેલ “ની ઇવેન્ટની બે સીઝન પૂર્ણ થઈ છે અને ત્રીજી સીઝન શરૂ થઈ છે જે ઇવેન્ટની ડિઝાઇન પણ ઋજૂતા જગતાપે જ તૈયાર કરી છે.હવે વિવિધ કંપનીના ઓર્ગેનાઈઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે ઋજુતાનો સંપર્ક કરી રહ્યા છે.
એ ઉપરાંત ખુબજ પોપ્યુલર થયેલ આ સોન્ગના સિંગર ડો. અનામિકા સીંગ,મ્યુઝિક: અજય જયસ્વાલ,લીરીક્સ: દર્પણ અગ્રવાલ,ડાયરેકર: સ્વપ્નિલ જયસ્વાલ અને પબ્લિસિટી ડિઝાઇનર: ઋજૂતા જગતાપનું નામ ઝી મ્યુઝિક કંપનીએ યૂટ્યૂબ પર મૂક્યું છે. મ્યુઝિક વિડિઓ ઇવેન્ટ મુંબઈ ખાતે યોજાઈ હતી. જે ઇવેન્ટની ડિઝાઇન પણ ઋજૂતા જગતાપે તૈયાર કરી હતી. ઝી મ્યુઝિક કંપની દ્વારા યુટ્યુટ્યુબ પર “બલમવા”નું સોન્ગ રિલીઝ થયાં પછી માત્ર 13દિવસમાંજ તેના 3.8લાખ વ્યુઝ આવ્યા છે અત્યંત લોકપ્રિય થયેલ આ ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇન રાજપીપલાની જાણીતી ગ્રાફિક ડિઝાઇનર ઋજૂતા જગતાપે ડિઝાઇનકરી છે. જે ડિઝાઇન પણ ખૂબ લોકપ્રિય થઈ છે.જેમાં” ઇશ્કબાજી” મ્યુઝિક વિડિઓ જેની સિંગર અનામિકા છે તેની પોસ્ટર ડિઝાઇનિંગ પણ રૂજૂતાએ જ કરી છે. એ ઉપરાંત ઓમ વિલાસ બેનર્સની એન એંગલ ફિલ્મ પ્રોડક્શનની “કન્ફ્યુઝન” લવ સોન્ગનો મ્યુઝિક વિડિઓ ની 4પોસ્ટર ડિઝાઇનિંગ પણ ઋજૂતાએ જ તૈયાર કરી છે.જે અનામિકા સરસીંગની યૂટ્યૂબ ચેનલ પર11ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે.એ ઉપરાંત સિંગર અનામિકાની “કથા ગોમતીમાતા કી “મ્યુઝિક સોન્ગ ની પોસ્ટર ડિઝાઇન પણ ઋજૂતાની જ છે.
રૂજૂતાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાફિક ડિઝાઇનર એક મોડર્ન આર્ટિસ્ટ છે જેણે પોતાની કલા અને ટેક્નિક્સથી કલરફૂલ દુનિયાને અદ્ભૂત બનાવવામાં સફળતા મેળવી શકે છે છે.આજે ગ્રાફિક ડિઝાઇનરો દરેક દરેક ક્ષેત્રમાં કામ કરતા જોવા મળે છે.ટીવીની જાહેરાતો હોય, જવેલરીબજારમાં જેવલરીની ડિઝાઇન હોય કે ફિલ્મી પોસ્ટર હોય કે વિવિધ કંપનીઓના ઇવેન્ટની ડિઝાઇન હોય કે કે મ્યુઝિક આલ્બમની ડિઝાઇન હોય. કે મોટામોટા કંપનીની જાહેરાતના હોર્ડિંગ્સ હોય કે લોગો બનાવવાના હોય, પોલિટિકલ જાહેરાતો બનાવવાની હોય આ બધી જ ડિઝાઇન બનાવવા પાછળ ગ્રાફિક ડિઝાઇનર ની કલા જ કામ કરતી હોય છે ખાસ કરીને OTT પ્લેટફોર્મ પર મનોરંજન, જાહેરાત, સમાચાર આવે છે એમાં ગ્રાફિક ડિઝાઇનરની ડિઝાઇન કામ કરે છે
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા