દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબ્સિડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવાનું રાજકીય રિસ્ક લેવા માગતી નથી.