Satya Tv News

મોતા ગામના બેરોજગાર યુવક નશાના રવાડે ચઢ્યો હતો. નશાની હાલતમાં માતા પિતા પાસે જમીનમાં હિસ્સો માંગવા બાબતે બોલાચાલી કરી આવેશમાં આવી નશાની હાલતમાં ઘરમાં રાખેલ ઘાસ ચારો મારવાની ઝેરી દવા ગટગટાવતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મોતા ગામે નિશાળ ફળિયામાં રહેતા પિયુષભાઇ દિનેશભાઇ પટેલ(37) ના બંને પગના ઘુંટણનું ઓપરેશન કરાવેલ હોવાથી તેઓ કોઈ કામ ધંધો કરતાં ન હતા તેમના લગ્ન પણ થયા નથી પિયુષભાઇને નશાની લત હોવાથી નશો કરીને અવાર નવાર માતા પિતા સાથે જમીનમાં પોતાનો હિસ્સો માંગવા બાબતે ઝઘડો કરતાં હતા ઘટનાના દિવસે પણ પિયુષભાઇએ પિતા દિનેશભાઇ સાથે નશાની હાલતમાં જમીનના હિસ્સા બાબતે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ઘરમાં રાખેલી ઘાસ ચારો મારવાની ઝેરી દવા પી લીધી હતી, જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન પિયુષભાઇનું મોત થયું હતું, જે બાબતે બારડોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

error: