Satya Tv News

ધ્રાંગધ્રાના ભરાડા ગામની ગટરમાં રાત્રિના સમયે બાળકીનો રડવાનો અવાજ આવતા ગામના લોકો ભેગા થઈને તાજી જન્મેલી બાળકીને બહાર કાઢી હતી. અને સરપંચ દ્વારા 108ને જાણ કરતા તાત્કાલિક આવી બાળકીને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

ધ્રાંગધ્રા ગામ ભરાડા ગામમા જાણે માનવતા મરી પરવારી હોય એમ ફૂલ જેવી તાજી જન્મેલી બાળકીને કોઈ રાતના ગટરમાં ફેંકીને ભાગી ગયું હતું. ત્યારે ભરાડા ગામના સરપંચ દીનેશભાઇ ભુવા સરપંચે 108માં કોલ કરી અને જાણ થતાં તરત જ 108 સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ કરતા તાજું જન્મેલી બેબીને કોઈ અજાણ્યા શખસ મોડી રાતે ભરાડા ગામની ગટરમાં ફેંકી દીધી હતી.

ગામના લોકોને આ વાતની જાણ થતા જ ગામના સરપંચ દીનેશભાઇ ભુવા અને એફએચડબલ્યુ જાગૃતિબેને મળીને 108ને જાણ કરી હતી. અને 108ના પાયલોટ નરેન્દ્રસિંહ ઝાલા અને ઇએમટી કેતન ત્રિવેદી ઘટના સ્થળ પર પહોંચીને કાદવથી ભરેલા બાળકને વ્યવસ્થિત ચોખ્ખું કરીને ન્યૂબોર્ન કેર આપીને નજીકના સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા પહોંચાડીને બાળકનો જીવ બચાવ્યો છે.

ત્યારે આમ ફૂલ જેવી બાળકીને ગટરમાં ફેકીને ભાગી જનાર સામે લોકો ફીટકારની લાગણી જોવા મળી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા શખસો સામે ગુનો નોંધી હોસ્પિટલના રજીસ્ટર તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

error: