ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ જયારે પાણીના ઓછા પ્રવાહને કારણે ખેડૂતોને ઉનાળુ પાક નહિ કરવા સરકાર દ્વારા સૂચના મળી છે પરંતુ આ ઉનાળા સિઝનમ ઉનાળુ પાક લેવા કરજણ ડેમ એકદમ સક્ષમ છે. ભરૂચ નર્મદા જિલ્લાના હજારો ખેડૂતોની લાખો એકર જમીનોને સિંચાઇનું પાણી પૂરું પાડી રહ્યો છે. સાથે આખી સીઝન ખેડૂતો પાણીની માગ કરે અને ચોમાસુ એકાદ મહિનો ખેંચાય તોય કરજણ ડેમ એકદમ સક્ષમ છે. એટલે કરજણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરોમાં પૂરતું સિંચાઇનું પાણી મળી રહે છે.
ડેમના પાવરહાઉસથી રોજ 72000 યુનિટ વીજળી પેદા થાય છે, પાણી ડિસ્ચાર્જ થતાં સિંચાઈ માટે અપાય છેકરજણ ડેમની જળસપાટી હાલ 108.86 મીટર છે. કરજણ જળાશયમાં હાલ 345 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત જથ્થો છે. ખેડૂતો ઉનાળુ પાક માટે પાણીની માંગ કરતા કરજણ ડેમના 2 મેગાવોટના બે ટર્બાઇનો ધધમાતા કરવામાં આવ્યા છે જે વીજળી ઉત્પાદન કરી કરજણ કેનાલમાં 445 ક્યુસેક પાણી જમણા કાંઠા દ્વારા ખેડૂતોને પાણીની સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. બે ટર્બાઈનો 72000 યુનિટ વીજળી ઉત્પાદન કરે છે. એટલે નર્મદા ડેમ કરતા સાચા અર્થમાં કરજણ ભરૂચ અને નર્મદા બંને જિલ્લાની જીવાદોરી બની છે.
કરજણ ડેમમાં પાણીનો પૂરતો સ્ટોક છે. એટલે ઉનાળામાં ખેડૂતોની માંગ પ્રમાણે પાણી આપી શકીશું, હાલ 345 મિલિયન ક્યુબિક મીટર પાણી નો જથ્થો છે. જે ઘણો છે જેનાથી પાવર જનરેશન પણ થાય છે. 72000 યુનિટ નું ઉત્પાદન કરીએ છે અને કેનાલમાં 445 ક્યુસેક પાણી છોડી રહ્યા છે. એટલે કરજણ ડેમમાં ભરપૂર પાણી છે કોઈ ચિંતા નથી. – પ્રતીક શોણે, ઈજનેર, કરજણ ડેમ.