ભરૂચ જિલ્લા સાથે જેલમાં પણ અપરાધિક પ્રવૃત્તિઓની ખેર નહિ
કાચા કામના 3 કેદી સહિત અલગ અલગ બેરેકમાંથી મોબાઈલો, ઈયર બર્ડ, ચાર્જર મળી આવ્યા
બી ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ SOG કરશે
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ LCB અને SOG ની ટીમો સાથે આજે જેલમાં ગયા હતા. અરે આ DSP નું સરપ્રાઈઝ વિઝીટિંગ હતું. જેલમાં અલગ અલગ બેરેકો અને કેદીઓની તપાસમાં ટીમને 7 મોબાઈલ, 5 સીમકાર્ડ, ચાર્જર, ઈયર બર્ડ મળી આવ્યા હતા.
ભરૂચ SP ડો. લીના પાટીલ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની સયુંક્ત ટીમ મારફતે બુધવારે ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમ્યાન જેલની અલગ અલગ બેરેકોમાંથી તથા કેદીઓ પાસેથી 7 મોબાઇલ, 5 સીમ તથા ચાર્જર , ઇયરફોન વીગેરે મળી કુલ રૂ. 12400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એન.સગર, SOG પી આઈ. કે.ડી.મંડોરા મારફતે સયુંક્ત ટીમો બનાવી DSP ના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ ટીમો સાથે ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ હાથ ધરી હતી.
સબજેલની અલગ અલગ બેરકો તથા કાચા કામના કેદીઓ પાસેથી જેલમાં રાખવામાં આવેલા 7 મોબાઇલ તથા ચાર્જર , ઇયરફોન મળી રૂ.12400 નો મુદ્દામાલ ઝડપાયો હતો. કાચા કામના 3 કેદીઓ તથા તપાસમાં નીકળે તે વિગેરે વિરૂધ્ધ પ્રિઝન એક્ટ મુજબની સલંગ્ન કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દર્જ કરાયો હતો.
વધુ તપાસ પોલીસ ઇન્સપેક્ટર SOGને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભરૂચ પોલીસ જેલોમા ગેરકાયદેસર પ્રવૃતિ ડામવા સરપ્રાઇઝ વીઝીટ કરી કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખશે. જેલમાં બેરેક નંબર 6 ના કેદી જીયાઉર રહેમાન નિયાઝ અહેમદ અન્સારી, બેરેક નંબર 2 ના કેદી શૈલેન્દ્ર દીપકભાઇ ગોસાવી અને સંજય મંગળ ઉર્ફે મંગાભાઇ વસાવા પાસેથી ચેકીંગમાં મોબાઈલ મળ્યા હતા.