Satya Tv News

જંબુસર તાલુકાના માલપુર ગામે મકાનો માં લાગી આગ

આગ લગતા બે મકાનો થયા ભસ્મીભૂત

અનાજ રોકડ રકમ કપડા સહીતનો સામાન બળીને ખાખ

જંબુસરના માલપુર જૂના સરપંચ ફળીયામાં આવેલ મકાનમાં આકસ્મિક આગ લાગેલ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે મકાનો સહિત ઘરનો સામાન અનાજ રોકડ રકમ કપડા સહીત નો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો.

YouTube player

માલપુર ગામે અચાનક રહેણાંક મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો આવી પહોંચી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા..આગ લાગ્યાની જાણ ઓએનજીસી તથા પીઆઇ કંપનીના ફાયરને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતીબે કલાકનો ઉપરાંત નો સમય થવા છતાંય તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા નહોતા..સદર બનાવની જાણ મામલતદાર જંબુસર તથા કાવી પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી ખડેપગે હાજર રહ્યાં હતાં આખરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: