Satya Tv News

વાલિયા જનરેટરની બેટરી અને કોપર વાયરની ચોરી કરી તસ્કરો ફરાર

પોલીટેક્નિક કોલેજના કમ્પાઉન્ડમાં રહેલ જનરેટરની બેટરી અને કોપર વાયરની ચોરી

કુલ 30 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

વાલિયા-દેસાડ માર્ગ ઉપર આવેલ પોલીટેક્નિક કોલેજના કમ્પાઉન્ડમાં રહેલ જનરેટરની બેટરી અને કોપર વાયર મળી કુલ 30 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

YouTube player

વાલિયા તાલુકાના દેસાડ ગામના રોડ ફળીયામાં રહેતા દિગ્વિજયસિંહ અરવિંદસિંહ બોડાણા વાલિયા-દેસાડ માર્ગ ઉપર આવેલ પોલીટેક્નિક કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવે છે જેઓ ગત તારીખ-25મી એપ્રિલના રોજ કોલેજ ખાતે આવી ઓફિસમાં લાઈટ ન હોવાથી બહાર નીકળી જનરેટરની લાઈટનું ટ્રાન્સફર થતું હોય તે જોવા જતા જનરેટરની બેટરી અને કોપર વાયરની ચોરી થઈ હોવાની તેઓના ધ્યાન ઉપર આવ્યું હતું ચોરી અંગે તેઓએ વાલિયા પોલીસ મથક ખાતે કોપર વાયર અને બેટરી મળી કુલ 30 હજારથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: