Satya Tv News

પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે સાંજે 7 થી 7.15 દરમિયાન પોતાના રૂમમાં હુંક પર ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો લગાવાયો હતો. પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના CCTV ફુટેજ કબ્જે લીધા હતા. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યુ છે. તેઓ અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારમાં પાછા ફરવાનું કહી ચૂક્યા હતા.પોલીસે કોઈ ગુનાહિત કાવતરું હતુ કે કેમ તે અંગે તપાસ આરંભી દીધી છે. પ્રભુ પ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મંદિરના સેવકોની પણ પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે. પ્રભુ પ્રિય સ્વામીએ પોલીસ સમક્ષ લુલો બચાવ કર્યો હતો. ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત છુપાવ્યાનો દાવો કર્યો છે.

હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને DSPને રજૂઆત કરી હતીસોખડા સ્વામિનારાય મંદિરમાં ગુણાતીત સ્વામીનું મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયાનું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ ગુણાતીત સ્વામીના મૃત્યુને લઇને હરિભક્તોએ શંકા વ્યક્ત કરી હતી. ગુણાતીત સ્વામીના નિધન બાદ કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી હતી. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી હરિધામ

સોખડા મંદિરના ગુણાતિત સ્વામીના મોતને મામલે કરાયેલી રજૂઆત બાદ પોલીસે અંતિમ ક્રિયા અટકાવી હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો. હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને DSPને રજૂઆત કરી હતી જે બાદ પોલીસ તાત્કાલિકના ધોરણે અંતિમ ક્રિયાના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે SSG હોસ્પિટલમાં સંત ગુણાતીત સ્વામીના પાર્થિવ દેહનું પોસ્ટમોટર્મ કરવામા આવ્યું હતું. સિનિયર તબીબોની પેનલે પોસ્ટમોટર્મનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસનો રિપોર્ટ સુરતમાં મોકલવામાં આવ્યો હતો. સંત ગુણાતીત સ્વામીનો પાર્થિવ દેહને સોખડા ખાતે લાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ છેલ્લા કેટલાક સમયથી વધુ ચર્ચામાં છે. આ વિવાદ વધુ વકરતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. ત્યારે આ વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે બંન્ને પક્ષે સાથે મળી સમાધાન લાવવા માટે ભાર મૂક્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન બન્ને પક્ષે ટકોર કરતા કેટલીક મહત્વની વાતો પણ કહી. કોર્ટે કહ્યું કે, ‘ બન્નેમાં એક જ ગુરુના શિષ્યો છે, ગુરુના સ્વર્ગવાસ પછી શું એમના મૂલ્યો જતા રહે? એ તો રહેવાના જ છે. જેથી આ બાબતે નિરાકરણ લાવવામાં આવે. મોટી વાત એ છે કે કોર્ટે એ પણ કહ્યું કે, ‘કોર્ટને ખબર છે કે કોને શું ખૂંચે છે, પણ આટલું સારું કામ કરનાર સંપ્રદાયમાં સાધુઓના વિખવાદ યોગ્ય નથી.જો કે આ અંગે વિવાદ નો અંત લાવવા કોર્ટે બન્ને પક્ષોને સૂચન કર્યું છે બન્ને પક્ષના વકીલો સાથે બેસીને ચર્ચા કરે અને બાદ કોર્ટમાં શુક્રવારે કોર્ટમાં પોતાનો મત મુકવા hc એ નિર્દેશ કર્યો છે

error: