Satya Tv News

માવઠાના કારણે કેરીના પાકને નુકસાન

ભરૂચ જિલ્લામાં પાવડરથી પકવેલી કેરીઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

છતાં બજારોમાં ગાડીઓના વેચાણમાંં તેજી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ

માવઠાના કારણે ખાલી પડેલી કેરીઓનું પાવડરથી પકવવામાં આવતી હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ

ભર ઉનાળે માવઠા સહિત વાતાવરણમાં બદલાવ આવતા કેરીના પાકને નુકસાન થયું છે અને કેરી ખરી પડવાના કારણે પણ આ કેરીને પાવડરથી પકવી બજારમાં વેચાણ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવતા ભરૂચના બજારોમાં વેચાતી કેરીઓ પાવડરથી પકડવામાં આવી હોવાની માહિતી સાથે ચોકાવનારા વિસ્ફોટો પણ થયા છે

ભરૂચ જિલ્લામાં આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થઇ શકે તેવું તજજ્ઞોનું માનવું છે સાથે જ ભરૂચ જિલ્લામાં માવઠા સહિત વારંવાર બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને પણ અસર થઈ છે અને જે પ્રમાણે કેરીના મોર ખરી પડ્યા છે તેના કારણે કેરીનું ઉત્પાદન પણ ઘટી ગયું છે અને બદલાતા વાતાવરણના કારણે કેરીઓ ખરી પણ પડી છે પરંતુ ખરી પડેલી કેરીઓને પાવડરથી પકવી બજારોમાં મોટા પાયે વેચાણ થતું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હજુ પણ કુદરતી રીતે પકવેલી કેરીઓનું વેચાણ કરતા પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સાંપડી રહી છે

ભરૂચ જિલ્લાના મહમદપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વેચાણ થયેલી કેરીના વેપારીઓ પાસેથી કેરીમાં પાવડર વડે પકડવામાં આવી હોવાના ચોંકાવનારા વિસ્ફોટ થયા છે અને કેરીના જથ્થામાંથી પાવડરની કેટલીક પડેકીઓ પણ જોવા મળી છે ત્યારે ભરૂચના ખેડૂત હેમેન્દ્ર કોઠી વાલય ભરૂચમાં વેચાતી કેરીઓ પાવડરથી પકરવામાં આવતી હોય છે કેન્સર જેવા રોગને આમંત્રણ આપતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં કેરીના સ્વાદ પ્રેમીઓ માટે તાજેતરમાં વેચાતી કેરીઓ ગંભીર રોગને આમંત્રણ આપતી હોવાનો આરોપ લગાવ્યો છે

ભરૂચ જિલ્લામાં મોટાપાયે કેરીનું વેચાણ થતું હોવા અંગે ભરૂચમાં ખેતીના તજજ્ઞ નિર્મલસિંહ યાદવે પણ તાજેતરમાં વેચાયેલી કેરી બાબતે આ કેરી પાવડરથી પકવેલી હોય છે અને પાવડરથી પકવેલી કેરી આરોગવાથી સ્વાસ્થ્યને નુકસાન કારક હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે સાથે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓ નો પાક હજુ સુધી ખેડૂતોના ખેતરોમાં થી ઉતર્યો નથી અને અત્યારે બજારમાં વેચાતી કેરીઓ પાવડરથી મળી હોવાનો આક્ષેપ કર્યો છે તાજેતરમાં ઈથેલીન નામના પાવડરથી કેરીઓ પકવી વેચાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ પાવડરથી પકવેલી કેરીઓ અંગેની મંજૂરી છે કે કેમ તે પણ તપાસનો વિષય બની ગયો હોવાની તેઓએ માહિતી પૂરી પાડી હતી

ભરુચ જિલ્લામાં આ વખતે કેરીનું ઉત્પાદન એકથી દોઢ મહિનો મોડું હશે કારણ કે બદલાતા વાતાવરણ અને માવઠાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે અને હજુ કેરીનો પાક ખેડૂતોના ખેતરોમાં થી ઉતર્યો નથી છતાં ભરૂચના બજારોમાં મોટા પાયે કેરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ બાબતે ભરૂચના મહમદપુરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તપાસ કરવામાં આવતા પાઉડરથી પકવેલી કેરીઓનું વેચાણ થતું હોવાનો વિસ્ફોટ થયો છે

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: