વાલિયા તાલુકાના રૂંધા ગામમાં બાઇકની ચોરીની ઘટના
વાહન ચોરો ત્રાટકી તેઓની 20 હજારની બાઇકની ચોરી કરી ફરાર
વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વાલિયા તાલુકાના રૂંધા ગામના નિશાળ ફળિયામાંથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા
વાલિયા તાલુકાના નિશાળ ફળિયામાં રહેતા કરશન હાંસજી ચૌધરીએ પોતાની બાઈક નંબર-જી.જે.16.બી.એચ.9774 ગત તારીખ-26મી એપ્રિલના રોજ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 20 હજારની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા