આ ટોળકી ચોરેલી મોટર સાઇકલો મધ્ય પ્રદેશખાતે જઇ ૫ થી ૧૦ હજારમા વેચી દેતા હતા.
રાજપીપળા નજીકથી
બે બાઈક ચોરો સહીત 8 મોટરસાયકલ ઝડપાઈ
ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકી સક્રિય બની મોટર સાઇકલો ઉઠાવતી હતી. આ પ્રકરણમાં નર્મદા પોલીસે ઇન્વેસ્ટિગેશન કરતા ટોળકી ના બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જેમાં કુલ ૮ મોટરસાઇકલ કિ.રૂ. ૩,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથેબન્ને ઈસમોને નર્મદા એલ.સી.બી.પીઆઇ એ એમ પટેલે ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇ તા.૨૭/૦૪/૦૨૨ ના રોજ નર્મદા એલ.સી.બી.ની ટીમ રાજપીપલા વિસ્તારના ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી કરેલ. ત્યારે મધ્ય પ્રદેશ રાજયના કેલસીંગ ઉમાનભાઇ અનારે (ઉ.વ. ૨૦) તથા સંજયભાઇ બાયસીંગભાઇ અનારે (ઉ.વ.૧૯ બન્ને રહે. ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ)ને રાજપીપલા વડીયા ગામ ખાતેથી ચોરી કરેલ હોંડા સાઇન મોટર સાઇકલ સાથે ઝડપી
પાડવામાં આવેલ. જેઓની વધૂ પુછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી તેઓની સાથે (૧) સુરુભાઇ બાયસીંગ અનારે (રહે. ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ) (૨) ફુલસીંગ લક્ષ્મણભાઇ અનારે (રહે. ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ) (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક( રહે. ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ) સાથેની ટોળકી છે જેઓની સાથે ભેગા મળી ગુજરાત રાજ્યના અલગ અલગજીલ્લાઓ જેમાં દાહોદ, વડોદરા જીલ્લા, ભરૂચ, સુરત નર્મદા વિગેરે જીલ્લાઓમાંથી મોટર સાઇકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ. તેમજ સદર જીલ્લાઓમાંથી ચોરી થયેલ મોટર સાઇકલ કબજે કરવામાં આવેલ છે. તેઓની પાસેથી નીચે મુજબની કુલ ૮ મોટર સાઇકલ કબજે કરવામાં આવેલ છે.
આ ટોળકી મોટર સાઇકલ ચોરી કરી મધ્ય પ્રદેશ ખાતે જઇ આ તમામ મોટર સાઇકલોવેચવાનુ કામ આરોપી સુરુભાઇ બાયસીંગભાઇ અનારે તથા ધર્મેદ્રભાઇ રતનભાઇ દેવકા (રહે. વાંદા તા.કુક્ષી જી.ધાર મધ્ય પ્રદેશ) કરતા હતા. અને આ મોટર સાઇકલો રૂપિયા ૫,૦૦૦/- થી ૧૦,૦૦૦/- સુધીની કિંમતમાં વેચતા હતા. હવે આ આરોપીઓ પકડાઇ જતા અલગ અલગ રાજપીપલા, કેવડિયા,કતવારા(દાહોદ) કડોરા G.I.D.C. પો.સ્ટે.ના કુલ ૦૮ ગુના ડીટેક્ટ કરવામાં આવેલ છે.
આ સિવાય આરોપીઓએ છેલ્લા એકાદ વર્ષ પહેલા કરજણ ખાતેથી એક હોંડા સાઇનમોટર સાઇકલ
તથા અકલેશ્વર જી.આઇ.ડી.સી. પાસેથી હોંડા એક્ષ બ્લેડ મોડેલની બાઈક રાત્રીનાસમયે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
આ ઇસમો તેઓના ગામથી બસમાં બેસી ચોરી કરવાની જગ્યાએ દિવસે આવી જઇ ખેતરો કેઅવાવરૂ જગ્યાએ સંતાઇ રહી રાત્રીના સમયે અલગ અલગ સોસાયટીમાં જઇ મોટર સાઇકલનું લોક તોડીચાવી વગર ડાયરેકટ ચાલુ કરી ચોરી કરી લઇ જતા હતા.
આમ નર્મદા જીલ્લા એલ.સી.બી.ની ટીમે અલગ અલગ જીલ્લાની કુલ ૮ મોટર સાઇકલ કિ.રૂ.
૩,૪૦,૦૦૦/- નો મૂદ્દામાલ રીકવર કરેલ હોવાનું જિલ્લા પોલીસ વડાપ્રશાંત સુંબેએ જણાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા