અનેક ક્ષેત્રના તજજ્ઞોએ ઉપસ્થિત રહી લિવેબલ ભરૂચ સહિત ના અનેક વિષયો પર ચર્ચા કરી
વિકાસની દિશામાં સી.એસ. આરનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કરાયા,
ભરૂચમાં 29 એપ્રિલે CSR કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ. ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજીત આ કોન્ક્લેવમાં વાગરા તાલુકાનો બેઝ લાઈન સર્વે રીપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. આ ઉપરાંત વિકાસની દિશામાં સી.એસ. આરનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કરાયા.હતા
ભરુચ જિલ્લો ઔધ્યોગિક જિલ્લો છે અને અહીના ઉધ્યોગોનું દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે. ત્યારે ભરુચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેંટ એસો. દ્વારા ઉદ્યોગો સી.એસ,.આર એક્ટિવિત અંતર્ગત કેવા કામો કરી શકે તે હેતુથી સી.એસ.આર.કોંકલેવ 2022 નું આયોજન કરવામાં આવ્યું. કોન્ક્લેવનો મુખ્ય હેતુ ‘કોર્પોરેટની સામાજીક જવાબદારીઓ દ્વારા અસરકારક પરીવર્તન’ છે. આ કોંકલેવના ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, સુનિલ પારેખ, રાજેશ શાહ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, બીડીએમએ ના પ્રમુખ હરીશ જોશી, સી.એસ.આર. ચેરમેન નિર્માલસિંહ યાદવ, CSR કાર્યક્રમના ચેરમેન કે. શ્રીવત્સન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અદાણી ફાઉન્ડેશનના ડૉ પ્રિતિ અદાણી, આઈ.એ.એસ. શ્રી એમ. થેનારસન, ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ વર્ચ્યુયલ મધ્યમથી ભરૂચના વિકાસ અને સામજિક ઉત્થાન પર ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા .
આ કાર્યક્રમમાં કોર્પોરેટ અલાયન્સ થકી સમાજનું નિર્માણ વિષય પર શ્રીમતી અર્ચના જોશી, શ્રીમાન લાલ રામ બિહા, શ્રીમાન એન.કે. નવાડિયાએ સંબોધન કર્યું . બિઝનેસ ફિલોસોફી અને CSR વિષય પર નિવૃત્ત આઇ. એ.એસ એ.એમ.તિવારી, ડૉ.વાય.એસ.રેડ્ડી, શ્રીમાન વિવેક પ્રકાશ, શ્રીમાન કલોલ ચક્રવર્તી, શ્રીમાન અશોક પંજવાનીએ પોતાની વાત મૂકી. આ ઉપરાંત છેલ્લા અને ત્રીજા સેશનમાં ફોકસ ઓન લિવીએબલ ભરૂચ એટલે કે ભરૂચને રહેવાલાયક વધુ સુંદર કઈ રીતે બનાવવું એ વિષય પર જિલ્લા કલેટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ કમલેશ ઉદાણી અને કોર્પોરેટર એડવાઈઝર શ્રી સુનિલ પારેખે માહિતગાર કર્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા ટૂંક જ સમયમાં માય લિવેબલ ભરુચ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે જે અંતર્ગત ભરુચ શહેરને વધુ સુંદર અને સ્વચ્છ કેવી રીતે બનાવાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે. જિલ્લાના ઉદ્યોગો અને વહીવટી તંત્ર સાથે મળીને અન્ય શહેરોની જેમ ભરુચને પણ રહેવાલયક બનાવે તે માટેની નેમ ઉપડવામાં આવી છે. ભરુચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેંટ એસો. ના સી.ઇ.ઑ જયેશ ત્રિવેદી, સ્ટાફ તથા અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ