સુરતમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરનું અનોખું કારસ્તાન
બુટલેગરે પોલીસથી બચવા ટેમ્પા પર એચ. પી ગેસ લખાવ્યું
સિલિન્ડરમાં દારૂ સંગેવગે કરવાનો કીમિયો પોલીસે બનાવ્યો નિષ્ફળ
સુરતના કારેલી ગામે રહેતો મીહીર મુકેશભાઇ પરમાર એચ.પી.ગેસ લખેલ ટાટા ટેમ્પો નંબર GJ-18-AV-9545માં ગેસના બાટલાઓમાં ખાના બનાવી ટેમ્પા પર એચ.પી.ગેસ લખાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સગેવગે કરવાનો કીમિયો પોલીસે નિષ્ફળ બનાવ્યો.
સુરત એલસીબીને ચોક્કસ બાતમી હકિકત મળી હતી કે,પલસાણાના કારેલી ગામે રહેતો મીહીર મુકેશભાઇ પરમાર એચ.પી.ગેસ લખેલ ટાટા ટેમ્પો નંબર GJ-18-AV-9545માં ગેસના બાટલાઓમાં ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને બારડોલી તાલુકાના રજવાડ ગામે મુકી રાખેલ છે.જે આધારે તપાસ કરતા ટેમ્પોમા ભરેલ એચ.પી ગેસના બાટલાઓ તપાસતા કુલ્લ 29 બાટલાઓ મળી આવેલ જેમા 24 ગેસના બાટલાઓ નીચેના ભાગે કાપી તેમા ગુપ્તખાના બનાવી મોટા પ્રમાણમા વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી 1,51,200 ની કિંમતની વિદેશી દારૂની 1632 નંગ બોટલ 2 લાખની કિંમતનો ટેમ્પો તેમજ 14,500 ની કિંમતના ગેસ સિલિન્ડર જપ્ત કરાયા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી સુરત