Satya Tv News

શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે વિરોધ

જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો ને ૯ મહિનાથી પગાર નહિ ચૂકવાતાં વિરોધ

ઓપરેટરોએ જનસેવા કેન્દ્રની કામગીરી બંધ રાખી એજેન્સી સામે વિરોધ નોંધાવ્યો

શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે આવેલાં જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો ને ૯ મહિનાથી પગાર નહિ ચૂકવાતાં આજરોજ ઓપરેટરોએ જનસેવા કેન્દ્ર ની કામગીરી બંધ રાખી એજેન્સી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

શિનોર તાલુકા સેવાસદન કચેરી ના જનસેવા કેન્દ્ર માં ઓપરેટર તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓને છેલ્લા નવ મહિનાથી એજેન્સી દ્વારા પગાર નહિ ચૂકવાતાં ઓપરેટરો ની હાલત અંત્યત કફોડી અને દયનિય બનવા પામી છે.જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો દ્વારા પગાર અંગે અનેકવાર એજેન્સી ને રજૂઆતો કરાઈ છે. છતાં આજદિન સુધી એજેન્સી દ્વારા ફક્ત આશ્વાસન જ આપવામાં આવ્યું છે.પરંતુ પગાર નહિ

જેને લઈ આજરોજ શિનોર જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો તમામ કામકાજ બંધ કરી દેતાં જનસેવા કેન્દ્ર ની કામગીરી ઠપ થઈ ગઈ હતી.જેના કારણે તાલુકામાંથી રેશનકાર્ડ ,આવક,જાતિ ના દાખલા સહિત ના કામકાજ અર્થે આવેલા અરજદારો ને ધરમ ધક્કા ખાવા પડ્યા હતાં.જેને લઈ અરજદારોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: