પોલીસ ની કાર્યવાહી ને પગલે જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો
વાગરા ના વસ્તીખંડાલી ગામે થી ગતરોજ રાત્રીએ ખુલ્લામાં જુગાર રમતા આઠ જુગારીઓ ને વાગરા પોલીસે બાતમી ને આધારે ઝડપી પાડ્યા હતા.પોલીસે ૪૦૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતા પંથકના જુગારીઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન,જુગાર ની અસામાજિક પ્રવૃત્તિ ચલાવનાર તત્વો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ઉપર થી મળેલ સૂચના અનુસાર ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસે બતમીદારો થી મળેલ બાતમી ને આધારે ભોપાભાઈ ,વિજયભાઈ, શક્તિસિંહ,તેમજ પ્રવિણ સિંહ અને જ્યપાલસિંહ સહિત ની પોલીસ ટૂકડીએ વસ્તીખંડાલી નવી નગરીમાં સ્ટ્રીટ લાઇટ ના અજવાળે ખુલ્લી જગ્યાએ રમાઈ રહેલ જુગારવાળી જગ્યાએ રેઇડ કરી હતી.જુગટુ રમતા આઠ જુગારીયા બસીર ઇબ્રાહિમ મન્સૂરી,રહે-ગોબર ફળિયું વસ્તીખંડાલી,અબ્બાસ અલી મલેક,રહે-તળાવ ફળિયું દહેગામ તા-જંબુસર, જુબેર ઐયુબ ભટ્ટી,રહે-ગોબર ફળિયું વસ્તીખંડાલી,શબ્બીર અબ્દુલ મલેક,રહે-૧૬ એચ.વન પી.એમ.આવાસ કોસાડ સુરત, સાદિક ઈસ્માઈ મલેક,રહે-દહેગામ જંબુસર,સલીમ મહમ્મદ મલેક,રહે-રાજીવનગર ઝૂંપડપટ્ટી સુરત તથા સલીમ ઇસ્માઇ ભટ્ટી, રહે-નવીનગરી વસ્તીખંડાલી, તેમજ હારૂન મહેબૂબ ભટ્ટી, રહે-ગોબર ફળિયું વસ્તીખંડાલી રંગે હાથ પોલીસ ના હાથ ઝડપાઈ ગયા હતા.જેઓ ની અંગઝડતી કરતા તથા દાવ પરના મળી કુલ ૩૩,૬૦૦ રૂંપિયા અને ત્રણ નંગ મોબાઈલ ના ૬૫૦૦ રૂપિયા મળી કુલ રકમ ૪૦,૧૦૦ રૂપિયા નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઇ આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પોલિસે જુગારીઓ પર સપાટો બોલાવતા પંથકના જુગારીયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમાંલ સત્યા ટીવી વાગરા