Satya Tv News

આમોદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમે ફેબ્રુઆરીમાં સ્થળ તપાસ કરી

તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરતા કૌભાંડ આચરાયું હોવાનું ખૂલ્યું

શનિવાર સુધીમાં ફોજદારી ગુનો નોંધી રિપોર્ટ કરવા TDOને જણાવાયું

સરપંચો ગાંધીનગર અપીલમાં જતાં મામલો ગૂંચવાયો

આમોદ તાલુકાના સરભાણ ગામે ગામતળાવ,તલાવડી તથા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.જેના અનુસંધાને ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા સરભાણ ગામે સ્થળ તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ રજૂ કર્યો હતો.

આમોદનાં જ બીજા એક ગામ વાંતરસામાં પણ આવું જ માટી કૌભાંડ આચરાયું હતું.જેની પણ આ ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ રજૂ કરાતા આખરે જિલ્લા વિકાસ અધિકારીએ આ કામમાં કસુરવાર હોય તેવા લોકો સામે ફોજદારી ગુનો નોંધાવવા આદેશ કર્યા છે.જેથી માટીચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.પ્રથમ ઘટનામાં સરભાણ ગામે તળાવ,તલાવડી તેમજ ગૌચરની જમીનની માટી વધુ પડતી ખોદીને એજન્સીઓને આપી દેવાતા માટી ચોરોએ ગામ તળાવને નર્કાગાર બનાવી દીધું હતું.તેમજ જમીન ઉપરના લીલાછમ વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું.તો વાંતરસા ગામે આજ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમે નોંધ્યું હતું.ટીમના રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યા છે.

વિડિઓ જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સાથે સત્યા ટીવી આમોદ

error: