Satya Tv News

વાગરામાં આઠ જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા

સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા આઠ જુગારીઓ ઝડપાયા

મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વાગરા :- વાગરા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મળેલ બાતમીને આધારે વસ્તી ખંડાલી ગામે નવી નગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા આઠ જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા. આરોપીઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂપીયા 33,600/- તથા મોબાઇલ નંગ,૦૩ જેની કિ.રૂ.૬,૫૦૦/-મળી કુલ ₹૪૦,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાગરા પોલીસે જુગાર રમતા ૮ જુગરીઓને ઝડપી પાડ્યા હતા જેમાં અબ્બાસ અલી મલેક રહે.દહેગામ તળાવ ફળીયુ તા.જંબુસર તેમજ બસીરભાઇ ઇબ્રાહીમભાઇ મન્સુરી રહે.વસ્તીખંડાલી ગોબર ફળીયુ ,જુબેર અબ્દુલ ભટ્ટી રહે.વસ્તીખંડાલી ગોબર કળીયુ, સલીમ મહમદ મલેક રહે.રાજીવનગર ઝુપડપટ્ટી,સુરત, સલીમ ઇસ્માઇલ ભટ્ટી રહે.વસ્તીખડાલી નવીનગરી, હારૂન મહેબુબ ભટ્ટી રહે.વસ્તીખંડાલી ગોબર ફળીયુ, શબ્બીર અબ્દુલ મલેક રહે.એ-૧૬,એચા બિલ્ડીંગ (પી.એમ આવાસ) કૌંસાડ સુરત, સાદીક ઇસ્માઇલ મલેક રહે.દહેગામ નવીનગરી તા.જંબુસરનાઓને ₹40,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી વાગરા

error: