ગ્રામ પંચાયત ના સભ્ય એ છેલ્લાં ચાર પાંચ દિવસ થી ઉભરાતી ગટરો ની સફાઈ કરવા સરપંચ સહીત તલાટી ને કરી લેખિત ફરિયાદ;
મોઝદા રોડ પરથી પટેલ ચાલી મા પણ ગટર ના ગંદા પાણી પ્રવેશ્યા લોકોમાં રોષ;
ડેડીયાપાડા ના મુખ્ય માર્ગો ઉપર ગટર ના ગંદા પાણી છેલ્લાં ચાર પાંચ દિવસ થી ફરી વળતા ગ્રામ પંચાયત તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતાં ગ્રામજનો માં ભારે મુસીબતો વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામ પંચાયત તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતાં લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડેડીયાપાડા ના મોઝદા રોડ ઉપર આવેલ દીવાલ શેઠ ની દુકાન નીઝામી કોમ્પલેક્ષ આગળ ની ગટર છેલ્લાં ચાર પાંચ દિવસ થી ઉભરાઇ રહી છે, ગટર ઉભરાતા ગટર ના ગંદા પાણી મૂખ્ય. માર્ગ ઉપર વહી રહયા છે, પાણી વ્હેતા વ્હેતા છેક પટેલ ચાલી સુધી પહોંચ્યું છે, છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ સાફ સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી નથી, અવર જવર કરતાં લોકો ને માર્ગ ઉપર પાણી વહેતાં ભારે મુસીબતો ભોગવવી પડે છે, વાહનો પસાર થતા ગટર ના ગંદા પાણી ઉડતા લોકો ના કપડા ગંદા થાય છે અને ખુબજ માથું ફાડી નાખે તેવી વાસ મારે છે પાણી વ્હેતા વ્હેતા છેક પટેલ ચાલી મા પણ પહોંચતા પટેલ ચાલી મા પણ ગટર ના પાણી વહેતા થયા છે.
આ મામલે ગ્રામ પંચાયત ના સદસ્ય પ્રેમિલાબેન હરીસભાઇ વસાવા એ સરપંચ સહિત તલાટી ને લેખીત રજુઆત કરી ચાર પાંચ દિવસ થી ઉભરાઇ રહેલી ગટરો કેમ સાફ કરાતી નથી ની લેખિત રજુઆત કરી છે, અને વહેલી તકે ગટરો ની સફાઈ કરવા ની માંગ કરી છે.
ગ્રામ પંચાયત ની બેદરકારી જોવા મળી રહી છે, ચાર પાંચ દિવસ થી સફાઈ ની કામગીરી જ હાથ ધરવામાં ન આવે અને લોકો પરેશાની ભોગવે તો આવી બેદરકારી દાખવતી પંચાયતો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ ની પણ માંગ લોકો મા ઉઠી રહી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા