Satya Tv News

પૂણામાં રોડ પર પરિવાર સાથે સૂતેલી 4 વર્ષની બાળકીને રાત્રિના સમયે ઉપાડી જઇ રેપ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી હત્યા કરવાના કેસમાં આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. પોલીસે 15 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે જેમાં એફએસએલ અને મેડિકલ પુરાવા સહિત કુલ 55 સાક્ષી છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, ટૂંક સમયમાં ચાર્જફ્રેમ અને બાદમાં ટ્રાયલ શરૂ કરાશે.

14 એપ્રિલ 2022ના રોજ પૂણામાં ભૈયાનગર નજીક ફુટપાથ પર 4 વર્ષીય બાળકી પોતાના માતા-પિતા સાથે ઉંઘી રહી હતી ત્યારે મૂળ મધ્યપ્રદેશના 31 વર્ષીય આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંહ મહેશસિંગ ગૌણ બાળકીનું અપહરણ કરી ત્યાંથી લઇ ગયો હતો અને અવાવરુ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારી બાળકીનું ગળુ દબાવી હત્યા કરી હતી. બાદમાં આરોપીએ લાશને ખાડામાં દાટી દીધી હતી અને ખાડા પર કચરો અને પત્થર મૂકી ભાગી જઈ નજીકની શાળાના ધાબા પર જઇને સૂઈ ગયો હતો. જો કે પોલીસ તપાસમાં આરોપીની ધરપકડ કરાઈ હતી અને આજે 15 દિવસમાં તેની સામે ચાર્જશીટ કરી દેવાઇ હતી.

આરોપી સામેની ચાર્જશીટમાં આરોપી સામેના પુરાવા રૂપે એફએસએલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ-એવિડન્સ, સીસીટીવી ફુટેજ, સાંયોગિક પુરાવા, ગેઇટ એનાલીસીસ રિપોર્ટનો સમાવેશ થાય છે. આવતા અઠવાડિયે ચાર્જફ્રેમની કાર્યવાહી પણ શરૂ કરી દેવામા આવે એવી શક્યતા છે.

error: