Satya Tv News

વાલિયા તાલુકાના ભમાડીયા  ગામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડી હતી. 108 એમ્બ્યુલન્સને કોલ કરાતા વાલિયાની 108 ઇએમટી હિતેશ પરમાર અને પાઇલોટ વિજેન્દ્ર સોલંકી પ્રસૂતાને લઈ ઝઘડિયા સેવારૂરલ જવા નીકળી હતી. જોકે પ્રસૂતાને અસહ્ય પ્રસવ વેદના થતા 108 ના સ્ટાફ દ્વારા વંઠેવાડ ગામ પાસે માર્ગમાં જ એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. માતા અને નવજાત બન્ને સ્વસ્થ હોય તેઓને સેવારૂરલમાં વધુ દેખરેખ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: