પોલીસે ૯૫૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી
દહેજ મેરીન પોલીસે IPL ક્રિકેટ ના ઉપર સટ્ટો રમતા એક ને ઝડપી પાડ્યો હતો.પોલીસે ૯૫૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.જેને પગલે ક્રિકેટ પર સટ્ટો રમતા સટોડીયાઓમાં રીતસર નો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ભરૂચ જિલ્લા એસ.પી. તરીકે જ્યારથી ડૉ. લીના પાટીલે ચાર્જ સંભાળ્યો છે ત્યાર થી ગોરખ ધંધો કરતા તત્વો માં નાસભાગ મચી જવા પામી છે.ગેરકાયદે કાર્યો કરતા ગુનેગારો પર કાયદા નો સિકંજો કસી જેલ ના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે.ત્યારે દારૂ-જુગાર ની બદી ને નેસ્તનાબૂદ કરવા જિલ્લા એસ.પી એ સૂચના આપતા જિલ્લા પોલીસ તંત્ર હરકત માં આવ્યુ હતુ.વાગરા તાલુકા ના દહેજ મરીન પોલીસ મથક ના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ને બાતમી મળી હતી કે લખીગામ માં આહીર ફળીયા માં રહેતા ગૌતમ લક્ષ્મણ પઢીયાર પોતાના ફાયદા માટે ગેલેક્ષી EXCH૯૯ નામની આઈડી માં યુઝર્સનેમ પાસવર્ડ પ્રાપ્ત કરી ઓનલાઈન બેલેન્સ મેળવી ગતરોજ ની લાઈવ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ ની મેચ માં સટ્ટો રમી ને રમાડી રહ્યો છે.મરીન પોલીસ ની ટીમે લખીગામ ખાતે રેડ કરતા સટ્ટો રમતા ગૌતમ ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.તેની પાસેથી રોકડા રૂપિયા ૨૫૦૦/- અને એક મોબાઈલ રૂપિયા ૭૦૦૦/- મળી કુલ ૯૫૦૦/- ના મુદ્દામાલ કબ્જે લઈ જુગાર ધારા ની કલમ ૧૨(અ) મુજબ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.મરીન પોલીસે કરેલ કાર્યવાહી ને લઈ IPL ક્રિકેટ પર સટ્ટો રમતા લોકોમાં હલચલ મચી જવા પામી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા