ડેડીયાપાડા તાલુકાના કોકમ ગામે ધરોમાં લાગી આગ
છાસવારે બનતી આગ લાગવાની ધટના છતાં તંત્ર ટોચનું મોચ નહીં
તાલુકા કક્ષાએ આવી આગ લાગવાની ઘટનાનો સામનો કરવા સુવિધાઓ ઉપલબ્ધ નથી
ડેડીયાપાડા :- ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ કોકમ ખાતે બે ધરો તેમજ એક તબેલાના ધરમાં અચાનક કોઈ કારણસર આગ લાગતા ત્રણ ધરો બળીને ખાક થઈ ગયા હતા રાત્રિના સમયે આગ લાગતા ગામમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ડેડીયાપાડા તાલુકામાં આવી અનેક વાર ઘટનાઓ બનતી હોય છે થોડા દિવસ અગાઉ જ ગારદા ગામે ડુંગર વિસ્તારમાં આગ લાગી હતી, જેમાં ખેડૂતોના ખેતીના સાધનો તેમજ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે ગણતરીના કલાકોમાં જ ફરી પાછી કોકમ ખાતે ઘરમાં અચાનક આગ લાગતાં 3 પરિવારો ઘર વિહોણા બન્યા છે. પરિવાર એ ચાલાકી વાપરી પશુઓને ખુલ્લા છોડી મુકતા ત્રણ પશુઓને સામાન્ય ઈજા પહોંચી હતી. કોકમ ગામ ના રહેવાસી ૧).ખાહલીયાભાઈ હાદીયાભાઈ વસાવા ને કુલ.૪.૨૫.૦૦૦/- નું આર્થિક નુકસાન
૨).રતનભાઈ ખાહલીયાભાઈ વસાવા ને કુલ.૩.૫૦.૦૦૦/-નો આર્થિક નુકસાન.
૩). રામજીભાઈ ખાહલીયાભાઈ વસાવા ને કુલ.૨.૦૦.૦૦૦/- નું આર્થિક નુકસાન થયું હતું.
સમગ્ર ઘટનાની જાણ સરપંચ તેમજ તલાટી કમમંત્રીને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પંચની રૂબરૂમાં પંચકેસ કરી મામલતદાર કચેરીને સુપરત અહેવાલ કર્યો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા