મિત્ર સાથે અન્ય મિત્રને મળવા માટે ગયેલા પુણાના સીએના વિદ્યાર્થીનું કતારગામ ગજેરા સકૂલ પાસે ટ્રકની અડફેટે મોત થયું હતું.
પુણાગામમાં રહેતા જેન્તીભાઈ જેઠવા સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 2 પુત્ર અને 2 પુત્રીઓ પૈકી બન્ને પુત્રો સીએનો અભ્યાસ કરે છે. તેમનો નાનો પુત્ર અજય(18) સીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે સાથે આર.વી.પટેલ કોલેજમાં એક્ષટર્નલમાં બીકોમનો અભ્યાસ પણ કરતો હતો. શનિવારે બપોરે અજયે તેના મિત્ર રોનક સાથે એક્ટિવા પર કતારગામ રહેતા મિત્રને મળવા ગયો હતો.
જ્યાં એક સોસા. પાસે રોનકને ઊભા રહેવાનું કહીં પોતે તેના મિત્રને મળી આવવાનું કહીં ગયો હતો. દરમિયાન ગજેરા સ્કૂલ પાસે પુરપાટ ઝડપે પસાર થતી ટ્રકે અજયને અડફેટે લીધો હતો. રોનકે ફોન કરતા અજયનો અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. અજયને રોનકે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. કતારગામ પોલીસે રોનકની ફરીયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.