Satya Tv News

શિનોરમાં સેગવા મુકામે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઇ

શિનોર તાલુકા ભાજપ કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પાયાના ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે,શિનોર તાલુકા ભાજપ કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ,પૂર્વ ધારાસભ્ય સતિષપટેલ નિશાળિયાની અધ્યક્ષતામાં, યોજાયો હતો જેમાં,મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પાયાના ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

૧ મેં,૧૯૬૦માં ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યા બાદ,૧ મેં ને ગુજરાત સ્થાપના દિન તરીકે મનાવવામાં આવે છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય સતિષપટેલ નિશાળિયાની અધ્યક્ષતામાં, રવિવાર ની સાંજે, શિનોર તાલુકા ના સેગવા મુકામે, પટેલ સમાજ વાડી ખાતે,તાલુકા ભાજપ કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સતિષ પટેલ નિશાળિયા સહિત,જીલ્લા પંચાયત સાધલી બેઠકના સદસ્ય સુમિત્રાબેન વસાવા,શિનોર તાલુકા પ્રભારી રુત્વિકભાઇ, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ક્રૉ-ઑપ સભ્ય ભાસ્કરપટેલ,મહામંત્રી ધર્મેશપટલ,તાલુકા-જીલ્લાના હોદ્દેદારો અને સક્રિય બન્યાની મોટીસંખ્યાની ઉપસ્થિત વચ્ચે,મંચસ્થ મહાનુભાવોએ ગણેશજીની પ્રતિમાને પુષ્પહાર‌ પહેરાવી,કેક કાપી,કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.જેમાં મહામંત્રી ધર્મેશપટેલ,ભાસ્કર પટેલ બાદ,શિનોર ભાજપ કાર્યકરોના હ્રદય સમ્રાટ સતિષ પટેલ નિશાળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરી શિનોર તાલુકા ભાજપ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે જીલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મણીભાઈ રાણાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો,કાર્યકરો,પ્રેસ-મિડીયાના મિત્રો ઉપરાંત સેગવા ગામના યુવાન કાર્યકરો સહીત ગામના આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: