Satya Tv News

જંબુસરના મગણાદી ભાગોળના એક મકાનમા છાપો મારી દારૂ ઝડપ્યો

વિદેશી દારૂ તથા બિયર નો રૂપિયા ૮૬૨૦૦ નો જથ્થો ઝડપી પાડયો

પોલીસે દારૂ મંગાવનાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે જંબુસર નગરના મગણાદી ભાગોળ વિસ્તારના એક મકાનમા છાપો મારી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર નો રૂપિયા ૮૬૨૦૦ નો જથ્થો ઝડપી પાડયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

ભરૂચ જીલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલની નિમણૂક થયા બાદ જીલ્લા ભરમા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતા બેનંબરી ધંધાઓ પર તવાઈ બોલાવવામા આવી રહી છે અને તેને અનુલક્ષીને પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મળેલ બાતમીના આધારે જંબુસર નગર ના મગણાદી ભાગોળ વિસ્તાર મા આવેલ જગદીશ રવિદાસ વાધેલાના મકાનમા છાપો મારતા ધર માથી ભારતીય બનાવટનો વિવિધ બ્રાન્ડ નો વિદેશી દારૂ તથા બિયર મળી કુલ ૪૬૭ નંગનો જથ્થો કિંમત રૂપિયા ૮૬૨૦૦ મળી આવતા તેને કબજે કરી એલસીબી ટીમે દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે મંગાવનાર હનીફ ઉર્ફ મુન્નો મલેક તથા જગદીશ રવિદાસ વાધેલા વિરૂધ્ધ ગુનો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: