સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બધ હાલતમાં.
મૃતદેહની હાકત કફોડી થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી મૃતદેહ લઈ જવા ઇનકાર
ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ રૂમ બંધ થયું હોવાનું અનુમાન
ભરૂચમાં બિનવારસી મૃતદેહની અંતિમ ક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એનજીઓ ધર્મેશ સોલંકી એ આજે બપોરના સુમારે સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈ જવા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ જ પહોંચ્યા ત્યારે રેફ્રિજરેશન બંધ હતું
હાલની કાળઝાળ ગરમીમાં ૪૦ ડિગ્રી કરતાં વધુ તાપમાન વચ્ચે મુદ્દે જાળવવા ખૂબ નીચા તાપમાન ની જરૂર રહેતી હોય છે આ વચ્ચે પાંચ મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેશન વગર પડી રહેતાં ડીકંપોઝ થઈ જતા ધર્મેશ સોલંકી સિવિલ સત્તાધીશોની વાપરવાની અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ડીકંપોઝ હાલતમાં થયેલા મૃતદેહ અમારે સીટી ની વચ્ચે થી લઇ જવા પડતા હોય છે જે અત્યંત દુર્ગંધ હાલતમાં હોવાથી લોકોનો આક્રોશ અમારી ઉપર ભભૂકી ઊઠે છે તદુપરાંત અમને કોઈ સરકારી એમ્બ્યુલન્સ કે ગાડી પણ આપવામાં આવતી નથી જેના કારણે આ બી કમ્પોઝ હાલતમાં થયેલા મૃતદેહના અંતિમ ક્રિયા કરવા લઈ જતી વેળાએ અમને મુશ્કેલીનો સામનો આ લાપરવાહીના કારણે કરવો પડી રહ્યો છે જો આવું જ થતું રહેશે તો આવનારા સમયમાં બિનવારસી મૃતદેહોને અંતિમ ક્રિયા કરવાનું ટાળવું પડશે
આ સમગ્ર મામલે સિવિલ એડમિનિસ્ટ્રેશન ગોપીકા મેખિયાને પૂછતાં જણાવ્યું હતું કે થોડી ટેક્નિકલ કારણસર કોલ્ડ સ્ટોરેજમાં ખામી સર્જાતા બંધ થયું હતું જેની જાણ બિનવારસી મૃતદેહોની અંતિમ ક્રિયા કરનાર ધર્મેશ ભાઈ સોલંકી દ્વારા અમને જાણ કરાતા તાત્કાલિક માણસો મોકલી ને ખામી દૂર કરી કોલ્ડ સ્ટોરેજ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યું છે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ