Satya Tv News

KKRની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં શ્રેયસ અય્યર ટ્રેન્ટ બોલ્ટના લેગ સ્ટમ્પની બહાર જતા બોલને મારવા માગતો હતો. જોકે બોલ બાઉન્ડરીની બહાર ન જઈ શક્યો અને તે આઉટ થયો. બોલ સંજુ સેમસનના ગ્લોવ્ઝમાં ગયો અને તેણે જોરદાર આપીલ કરી.

અમ્પાયરે તેને આઉટ ન આપ્યો અને બોલને વાઈટ આપ્યો. સંજુએ તાત્કાલિક DRS લઈ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળે છે કે અમ્પાયરની ભૂલ થઈ હતી. બોલ અય્યરના ગ્લોવ્ઝને ટચ કરી ગયો હતો અને તે ક્લિયર આઉટ હતો. અમ્પાયરે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો. શ્રેયસ 32 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. સંજુ સેમસનના આ નિર્ણયની પ્રશંસા કોમેન્ટરી કરી રહેલા મોહમ્મદ કૈફ અને સુરેશ રૈનાએ પણ કરી હતી.

કેકેઆરની ઈનિંગની 19મી ઓવરમાં પણ વાઈડ બોલને લઈને ડ્રામા થયો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના છેલ્લા બોલમાં રિંકુ સિંહ ઓફ સ્ટમ્પ અને લેગ સ્ટમ્પ શફલ કરી રહ્યો હતો. જવાબમાં કૃષ્ણાએ પણ રિંકુને ફોલો કર્યો. અમ્પાયરે તેને વાઈડ બોલ આપ્યો. એને પગલે સેમસન ભડક્યો હતો.

પછી 19મી ઓવરના ચોથા બોલ પર સંજુ સેમસને ગુસ્સામાં આવીને ખોટો નિર્ણય લીધો હતો. એમ્પાયરે વાઈડ આપવાને કારણે હેરાન થઈને સંજુએ રિવ્યુ લેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે બોલ રિંકુના બેટથી ઘણો દૂર હતો અને DRS લેવાનો કોઈ અર્થ નહોતો.

મેચમાં રાજસ્થાને KKRને જીત માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમે અંતિમ ઓવરના પ્રથમ બોલમાં 3 વિકેટ પ્રાપ્ત કરીને મેળવ્યો હતો. કેકેઆરની જીતના હીરો નીતીશ રાણા અને રિંકુ સિંહ રહ્યા હતા. બંને ખેલાડીએ ચોથી વિકેટ માટે 38 બોલમાં 66 રન બનાવીને ટીમની જીતને પાક્કી કરી હતી.

error: